ચાલુ ટ્રેને મુસાફરો પર હુમલો કરી લૂંટ ચલાવતી હરિયાણાની ગેંગ ઝડપાઈ

અમદાવાદ: સુરતથી સૌરાષ્ટ્ર તરફ અાવતી જતી ટ્રેનોમાં મુસાફરો પર હુમલો કરી કિંમતની ચીજવસ્તુઓની લૂંટ ચલાવતી ગેંગને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી લઈ સઘન કાર્યવાહી હાથ ધરી છે.

અા અંગેની વિગત એ‍વી છે કે ગત ૬ ઓગસ્ટે હાપા તિરુન્વેલી એક્સપ્રેસમાં અાણંદ નજીક ચાલુ ટ્રેને એક મહિલા પર હુમલો કરી રૂપિયા ૧૪.૩૦ લાખની મતાની લૂંટ ચલાવવામાં અાવી હતી. રેલવે એલસીબીએ અા અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી હતી અને ટ્રેનમાં વોચ પણ ગોઠવી હતી. દરમિયાનમાં પોલીસે ગુપ્ત બાતમીના અાધારે દિલ્હી પહોંચી ગુજરાતની ટ્રેનોમાં લૂંટ ચલાવતી હરિયાણાની ગેંગના મનિષ રાજપૂત, વસીમ પઠાણ, ગૌતમ ગુપ્તા અને મનોજ શર્માને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસ દરમિયાન અા ગેંગ હરિયાણાના ગાજિયાબાદની હોવાનું જાણવા મળ્યું છે. અાણંદ રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેને બીનાબહેન નામની મહિલા મુસાફરનું પર્સ છીનવાનો અા ગેંગે પ્રયાસ કર્યો હતો, પરંતુ બીનાબહેને પર્સ ન છોડતા તેના પર બોથડ પદાર્થથી હુમલો કરી ઈજા પહોંચાડી લૂંટ ચલાવાઈ હતી. અા ઉપરાંત મનિષ રાજપૂજ નામના ગુનેગારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પણ લૂંટ ચલાવી હોવાનું તપાસ જાણવા મળ્યું છે. પોલીસે અા ગેંગ પાસેથી સોનાનાં દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ અારોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન અનેક ગુનાના ભેદ ઉકેલાવાની સંભાવના છે.

You might also like