VIDEO: શ્રદ્ધા કપૂરની ‘હસીના પાર્કર’ નું ટ્રેલર રિલીઝ

મુંબઇ: છેલ્લા ઘણા સમયથી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘હસીના પાર્કર’ની રાહ જોવામાં આવી રહી છે. જો કે હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને એમાં શ્રદ્ધા એકદમ નવા અવતારમાં જોવા મળી રહી છે. શ્રદ્ધાએ પોતાની આ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે.

ટ્વિટર પર શેર કરતાં શ્રદ્ધાએ લખ્યું, ‘હું હસીના પાર્કરનું ટ્રેલર રિલીઝ શેર કરતાં ખૂબ જ ઉત્સાહિ અને નર્વસ છું. આશા છે કે તમને લોકાને આ ટ્રેલર ગમશે.’ 2 મિનીટ અને 8 સેકન્ડના આ ટ્રેલરમાં ડોન દાઉદ ઇબ્રાહ્મિની બહેન હસીના પાર્કરના જીવન પર પ્રકાશ નાંખવામાં આવ્યો છે કે એ કેવી રીતે એક ગેંગસ્ટર બની જાય છે.

એમાં એવું પણ દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે પહેલા હસીના એક સામાન્ય મહિવાનું જીવન પસાર કરી રહી હતી અને જ્યારે એના પતિને અરુણ ગવલીની ગેંગ મારી દે છે તો એ દાઉદની ગેંગમાં સામેલ થઇ ગઇ. ત્યાર બાદ હસીના પાર્કર નાગપાડાની ગોડમધર બની જાય છે. આ ફિલ્મ 18 ઓગસ્ટ 2017ના રોજ રિલીઝ થનારી છે.

You might also like