Toyota લઈને આવી રહ્યું છે હાઇબ્રિડ કાર, look જોઈને રહી રહી જશો હેરાન

નવી દિલ્લી: જાપાનીઝ કાર નિર્માતા કંપની ટોયોટા જલદી જ ભારતમાં ફન્કી લુક ધરાવતી જોરદાર સ્ટાઇલિશ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં જ આ કારના ઇંટરિયર ફોટો સામે આવ્યા છે. આ ફોટોને જોઈને જરૂર કહી શકાય છે કે ટોયોટો હવે પોતાના ઓલ્ડ અને જૂની ડિઝાઈનને પાછળ મૂકતા આગળ વધી રહી છે. આ હાઈબ્રીડ ક્રોસ ઓવર કારને ટોયોટા C – HRનું નામ આગળ આવશે.

આ કાર જોવામાં ઘણી જ સ્ટાઇલિશ લાગી રહી છે. ટોયોટાની હાઈબ્રિડ ક્રોસ ઓવર કારનો લુક લોકોને ઘણો આકર્ષી રહ્યો છે. લગ્ઝરી લુકમાં દેખાતી આ કાર તમારા બજેટમાં શામેલ છે. ઓટો નિષ્ણાતોનું માનીએ તો આ હાઈબ્રીડ કારના બેસ વેરિયન્ટની કિંમત 9 લાખ અને ટોપ એન્ડની કિંમત 13 લાખ સુધી જવાની સંભાવના છે. ટોયોટાની નવી કોમ્પેક્ટ એસયૂવીમાં પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટ ઉપલબ્ધ હશે.

આ સ્ટાઈલિશ કારમાં ફીચર્સની જો વાત કરીએ તો તેનું પેટ્રોલ એન્જિન 1.5 લીટરનું હશે જે 90બીએચપી પાવર જનરેટ કરશે. કંપની આ હાઈબ્રિડ ક્રોસ ઓવર કારની સાથે 1.2 લીટરના નવું ટર્બો પેટ્રોલ એન્જિન પણ છે જે 110બીએચપી પાવર જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. આ કાર ભારતીય બજારમાં આવતા વર્ષના મંધ્યાંતરમાં આવવાની સંભાવના છે. જોકે, આનું લોન્ચિંગને લઈને કંપની તરફથી હજી સુધી કોઈ સત્તાવર ઘોષણા નથી કરવામાં આવી.

You might also like