Video: રાજ્યમાં ત્રણ સ્થળે અકસ્માત, ભરૂચમાં જાન લઈ જતી બસનો અકસ્માત, દુલ્હન સહિત4ના મોત

રાજ્યમાં આજે ઓખી વાવાઝોડાના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એવામાં વાતાવરણમાં સામાન્ય વરસાદના કારણે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. એવામાં રાજ્યમાં ત્રણ જગ્યાએ અકસ્માત થયાની ઘટના બની હતી. રાજ્યમાં આણંદ, અમદાવાદ અને ભરૂચમાં ખાનગી બસોને અકસ્માત નડ્યો હતો.

આણંદમાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 4ના મોત
આણંદમાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઇ ગયા છે, જયારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2 લોકોના સારવાર દરમ્યાન અને 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આણંદ રોડ પર આંકલાવના મુજકુવા ગામ પાસે આ અકસ્માત થયો છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ ખાતે અકસ્માત, દુલ્હન સહિત 4ના મોત
ભરૂચ ખાતે ખાનગી બસમાં જતી જાનને અકસ્માત નડ્યો હતો. ભરૂચના નબીપુર નજીક જાન લઈને જઈ રહેલ બસને અકસ્માત નડતાં દુલ્હન સહિત 4ના મોત થયા હતા. આ અકસ્માતમાં 12 જાનૈયાઓને ઇજા થઈ હતી.

સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માત
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં માત્ર વાહનોને સામાન્ય નુકશાન થયું હતું અને પરંતુ કોઈને ઈજા થઈ નથી. સેટેલાઈટ વિસ્તારમાં રોડ પર જ અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આણંદમાં થયેલા અકસ્માતનો વીડિયો…

You might also like