OMG! ઘરમાં કાચબો રાખવાથી થશે આ લાભ… રાખો આ વસ્તુનું ખાસ ધ્યાન…

હિન્દુ ધર્મ અનુસાર કાચબાને ઘરમાં રાખવો ઘણો શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસારા કાચબો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન દરમિયાન કાચબાનું સ્વરૂપ ધારણ કરીને મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર ધારણ કર્યો હતો.

એવું માનવામાં આવે છે જ્યાં કાચબો હોય ત્યાં લક્ષ્મીનું આગમન અવશ્ય થાય છે. કાચબાના કારણે ઘરમાં અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે.

એવુ માનવામાં આવે છે કે કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ધન સંબંધી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. જો કોઇપણને પૈસાને લઇને કોઇ મુશ્કેલી હોય તો ક્રિસ્ટલ કાચબો ઘરે લાવવો જોઇએ. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોની ઉંમરમાં વધારો થાય છે તેની સાથે ઘણી બિમારીઓથી રાહત મળે છે.

કાચબો ઘણો શુભ માનવામાં આવે છે. તે પાસે રાખવાથી નોકરી અને પરીક્ષામાં સફળતા મળે છે. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે સુખ-શાંતિ બની રહે છે.

નવો વેપાર શરૂ કરતી વખતે દુકાન અથવા ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો ઘણો શુભ માનવામાં આવે છે. જો તમે તમારી કેરિયરમાં ખૂબ ઉન્નતિ ઇચ્છતા હો તો કાળા રંગમાં કાચબાને ઉત્તર દિશામાં રાખશો તો ફાયદો થશે. ઘરમાં મુખ્ય દ્વાર પર પશ્ચિમની દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે.

કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઇએ. તેને કાચબાની ધાતુવાળા કોઇપણ વાસણમાં પાણી ભરી રાખવું જોઇએ જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે.

divyesh

Recent Posts

10 નવેમ્બર સુધીમાં ઉડાડી દઇશું યૂપીનાં અનેક રેલ્વે સ્ટેશનઃ લશ્કર-એ-તૈયબા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં નામથી અંબાલા રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને પત્ર મોકલીને સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકંભરી દેવી મંદિર સહિત યૂપી, હરિયાણાનાં…

54 mins ago

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

3 hours ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

3 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

4 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

5 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

5 hours ago