ISIS સ્વિકારી હૂમલાની જવાબદારી : જાણો બ્રસેલ્સ હૂમલાનાં ચોંકાવનારા તથ્યો

બ્રસેલ્સ : બ્રસેલ્સમાં થયેલા બોમ્બ વિસ્ફોટનાં કારણે સમગ્ર વિશ્વસ ફરી એકવાર ડામાડોળ થઇ ગયું છે. આ હૂમલાની જવાબદારી ISIS દ્વારા સ્વિકારવામાં આવી છે. જો કે આ ઘટના નજરે જોનારા અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘણી મહત્વની વાતો કહેવાઇ છે. તમે પણ જાણો બ્રસેલ્સ હૂમલા સાથે જોડાયેલી મહત્વની બાબતો.
1. હૂમલો કરનારા લોકો અરબી ભાષામાં બૂમો પાડી રહ્યા હતા.
2. વિસ્ફોટ કરતા પહેલા હૂમલાખોરોએ એરપોર્ટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.
3. સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા.
4.એરપોર્ટમાં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સમગ્ર ઇમારત ધ્રુજી ઉઠી અને બારીઓનાં કાચ તુટી ગયા હતા.
5.ત્રીજો વિસ્ફોટ યૂરોપિય યુનિયનની ઓફીસની નજીક થયો.
6.સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 26 લોકોનાં મોત થયા છે.
7. તપાસમાં એરપોર્ટમાંથી અન્ય બે જીવતા બોમ્બ અને ત્રણ આત્મઘાટી બેલ્ટ મળી આવ્યા છે.
8. અહેવાલો અનુસાર એરપોર્ટમાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હતો.
9. ત્રણ ગુજરાતી વેપારીઓ પણ વિસ્ફોટ સમયે એરપોર્ટમાં ફસાયા હોવાનાં અહેવાલો છે.
10. સિંગર અભીજીતની પત્ની અને પુત્ર બ્રસેલ્સમાં સુરક્ષીત છે.
11. ભારતનાં તમામ નાગરિકો બ્રસેલ્સમાં સુરક્ષીત છે.

You might also like