Categories: Gujarat

IRCTC સર્વે: દેશના સૌથી સ્વચ્છ 5 રેલ્વે સ્ટેશનોમાં સૂરત નંબર 1

અમદાવાદ: ભારતીય રેલવેએ તાજેતરમાં મુસાફરો માટે ઘણા પ્રકારે સુવિધાજનક બનાવવાના પ્રયત્ન થઇ રહ્યાં છે, પરંતુ સ્ટેશનની સફાઇનું શું?

એટલું જ નહી તાજેતરમાં જ ભારતીય રેલવેએ દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે આઇઆરસીટીસીની સાથે મળીને એક સર્વે કર્યો. આ સર્વેમાં સમગ્ર દેશના 400થી વધુ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો અને જે આંકડા સામે આવ્યા, તે તમને થોડા આશ્વર્યજનક લાગશે. જો કે સફાઇની કસોટી પર વધુ સ્ટેશનો ખરા ઉતર્યા નથી.

જો આ યાદીમાં સૌથી સ્વચ્છ સ્ટેશનમાં ટોપ પર રહ્યું ગુજરાતનું સૂરત જંક્શન, બીજા નંબર પર રાજકોટનું રેલવે સ્ટેશન. છત્તીસગઢનું બિલાસપુર સ્ટેશન ત્રીજા સ્થાને રહ્યું હતું તો મહારાષ્ટ્રના સોલાપુરનું સ્ટેશને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનની યાદીમાં પાંચમું સ્થાન સપનાની નગરી મુંબઇના સેંટ્રલ સ્ટેશનને મળ્યું છે. જ્યાં દરરોજ લાખો લોકો અવરજવર કરે છે.

રેલવેએ ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ અભિયાનના પ્રારંભિક પરિણામ જાહેર કર્યા અને ‘એ1’ અને ‘એ’ શ્રેણીના 407માંથી 13 સ્ટેશનોએ 75 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરીને વિશિષ્ટ પ્રથમ શ્રેણી તથા 92 સ્ટેશનોએ 60 ટકાથી વધુ અંક મેળવીને પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રેલ ભવનમાં આ પરિણામો જાહેર કર્યા હતા.

admin

Recent Posts

OMG! 13,000 ફૂટ ઊંચેથી સ્કૂટર સાથે છલાંગ લગાવીને હવામાં કર્યું હેન્ડસ્ટેન્ડ

ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેરભાઈ પ્રોફેશનલ…

34 mins ago

પત્ની કાજોલનો નંબર ટ્વિટર પર શેર કરીને અજયે કહ્યુંઃ ‘મજાક હતી’

મુંબઇ: ગઇ કાલે સાંજે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને કાજોલના ફેન્સની વચ્ચે એ સમયે હંગામો મચી ગયો જ્યારે અજયે પોતાની…

44 mins ago

BAની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પુછાતાં વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ: હાલમાં કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે અને કોલેજમાં પરીક્ષા દરમિયાન અનેક વાર પેપરમાં છબરડા થતા હોય છે ત્યારે…

58 mins ago

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

2 hours ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

2 hours ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

3 hours ago