Ahmedabadમાં પેટ્રોલિયમ બાદ તમાકુ અને મોબાઇલથી GSTની સૌથી વધુ આવક

અમદાવાદ: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે-જૂનના સમયગાળામાં રાજ્યમાં વેટ-વેલ્યૂ એડેડ ટેક્સ હતો, જ્યારે ૧ જુલાઇથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થઇ હતી. અમદાવાદ ડિવિઝન-૧માં ચાલુ વર્ષે વેટ થકી રૂ. ૪,૪૩૩.૩૦ કરોડની આવક થઇ હતી, જ્યારે ૧ જુલાઇથી ફેબ્રુઆરી-૨૦૧૮ સુધીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થકી રૂ. ૨,૯૨૭.૫૧ કરોડની આવક પ્રાપ્ત થઇ છે.

ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ માર્ચ મહિનામાં આવક વધે તેવી શક્યતા છે. અમદાવાદ  ડિવિઝન-૧માં લુબ્રિકેન્ટ્સ અને પેટ્રોલિયમ પ્રોડક્ટસમાં સૌથી વધુ રૂ. ૫૯૩ કરોડની આવક ડિપાર્ટમેન્ટને પ્રાપ્ત થઇ હતી, જ્યારે બીજા ક્રમે તમાકુ અને તેની બનાવટની કોમોડિટીમાંથી ડિપાર્ટમેન્ટને સૌથી વધુ આવક પ્રાપ્ત થઇ છે. સરકારને આ કોમોડિટીમાં રૂ. ૪૬૭.૫૦ કરોડની આવક પ્રાપ્ત થઇ છે.

શહેરમાં મોબાઇલનું વેચાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, જેની અસર આવક પર પણ જોવા મળી રહી છે. મોબાઇલમાંથી સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં ૪૩૭.૨૮ કરોડની બમ્પર આવક થઇ છે. એટલું જ નહીં ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રિક ગુડ્સમાંથી પણ સરકારને અનુક્રમે ૩૨૧ અને ૩૧૦ કરોડની આવક ચાલુ નાણાકીય વર્ષમાં થઇ છે.

ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અમદાવાદ ડિવિઝન-૧એ બાકી વસૂલાત ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૫૬૩.૨૫ કરોડની કરી છે. ડિપાર્ટમેન્ટના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઓનલાઇન પ્રોસેસ થતાં કરચોરી પર અંકુશ આવ્યો છે.

વર્ષમાં શહેરમાં વેટ-GSTની ટોપ-૧૦ કોમોડિટીની આવક
લુબ્રિકેન્ટ્સ અને અન્ય પેટ્રોલિયમ રૂ. ૫૯૩.૭૦ કરોડ
તમાકુ અને તેની બનાવટ રૂ. ૪૬૭.૫૦ કરોડ
મોબાઈલ ફોન રૂ. ૪૩૭.૨૮ કરોડ
ઓટોમોબાઇલ રૂ. ૩૨૧.૫૯ કરોડ
ઈલેક્ટ્રિક ગુડ્સે. રૂ. ૩૧૦.૮૦
ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ રૂ. ૨૨૪.૦૬ કરોડ
હોમ એપ્લાયન્સિસ રૂ. ૨૧૭.૯૮ કરોડ
કેમિકલ એન્ડ ડાઇઝ રૂ. ૧૬૪.૪૦ કરોડ
ટાયર-ટ્યૂબ રૂ. ૧૫૦.૭૯ કરોડ

You might also like