આવતીકાલે કમલમ્ ખાતે યોજાશે બેઠક, CMનાં નામ પર લાગી શકશે મહોર

ગુજરાતઃ હાલ નવા મુખ્યમંત્રી કોણ હશે તે ખૂબ જ મહત્વનો ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આવતીકાલે નાણામંત્રી અરૂણ જેટલી, સરોજ પાંડે અને ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય મહાનુભાવોનાં અધ્યક્ષ સ્થાને કમલમ ખાતે બેઠક યોજાવાની છે.

આ બેઠકમાં ગુજરાતનાં નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે, આવતી કાલે કમલમ્ ખાતે યોજાનાર બેઠકમાં ગુજરાતનાં નવા મુખ્યમંત્રીનાં નામ પર મોહર પણ લાગી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ કયા ચહેરાને ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે મેદાનમાં ઉતારે છે.

જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે,”આવતીકાલે ભાજપનાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં અરૂણ જેટલી અને સરોજ પાંડે હાજર રહેશે. ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આ બેઠકમાં હાજર રહેશે.

જો કે જીતુ વાઘાણીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે આવતીકાલે સાંજે 3.30 કલાકે આ બેઠક મળવા જઇ રહી છે. જે બેઠકમાં આવતીકાલે નવા મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરાશે. સીએમનાં નામની પસંદગી બાદ શપથવિધી અંગે નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીએ સીએમનાં પદેથી આજે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. જો કે હાલમાં નવા સીએમ ના બને ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે તેઓ પદભાર સંભાળશે.

You might also like