Categories: Entertainment

Box Office પર છવાઇ અક્ષય કુમારની ‘ટૉયલેટ એક પ્રેમ કથા’! કમાણી 130 કરોડની પાર..

બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર અને ભૂમિ પેંડનેકરની ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ એ ઘરેલૂ બોક્સ ઓફિસ પર પાંચ દિવસમાં ધમાકેદાર કમાણી કરી રહી છે. ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે.

જો ફિલ્મની ધરેલૂ બોક્સ ઓફિસ ક્લેક્શનની વાત કરવામાં આવે તો નેટ બોક્સ ઓફિસ પર લગભગ 83 કરોડ રૂપિયાની છે. ત્યારે ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ની ગ્રોસ કમાણી લગભગ 120 કરોડ રૂપિયાની છે. બોક્સ ઓફિસ વેબસાઇટ koimoi અનુસાર ફિલ્મે ચાર દિવસમાં વિદેશમાં 14.59 કરોડની કમાણી કરી છે. જો ફિલ્મની ગ્રોસ અને ઓવરસીઝ કમાણીની જોડવામાં આવે તો આ આંકડો લગભગ 135 કરોડ રૂપિયા જેટલો થઇ જાય છે.
બોક્સ ઓફિસ પર મળલી આ સફળતાથી અક્ષય કુમાર ખૂબ જ ખુશ છે. અને તેણે એક વીડિયો દ્વારા પોતાના ફેન્સને શુભેચ્છા આપી છે.

પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા આ વીડિયો મેસેજમાં અક્ષય કહે છે, “ડાયરેક્ટ હૃદયથી બોલીસ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ મારા માટે ફિલ્મ નથી આ છેલ્લા 1 વર્ષછથી આ મારા માટે એક શોક બની ગયો હતો. આ ફિલ્મ ચાલશે કે નહી મને આ બાબતની કોઇ ચિંતા નથી. મારુ લક્ષ્ય માત્ર એક જ હતું કે આ ખુલ્લામાં શૌચની મુશ્કેલીને ઘર-ઘર સુધી પહોંચાડવું. જણાવામાં આવી રહ્યું છે કે ફિલ્મની વાર્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે જેમાં શૌચાલય જેવા સામાજિક મુદ્દાની વાત કરવામાં આવે છે.

આ ફિલ્મ યૂપીના એક નાનકડા ગામની છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે આજે પણ દેશના કેટલાક વિસ્તારોમાં શૌચાલય નથી, જેના કારણે મહિલાઓને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ તમને અક્ષય-ભૂમિની સ્વીટ લવ સ્ટોરી બતાવીને શૌચાલયના મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય-ભૂમિ સિવાય અનુપમ ખેર, દિવ્યેદું શર્મા અને સુધીર પાંડે લીડ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મને ભારતમાં 3000 અને વિદેશમાં 590 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ને શ્રી નારાયણ સિંહ ડિરેક્ટ કરી છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago