Categories: Gujarat

આજથી પાવાગઢ-ચાંપાનેરમાં પંચ મહોત્સવ

અમદાવાદ: મધ્યકાલીન ગુજરાતની રાજધાનીનું ગૌરવ ધરાવતા પાવાગઢ- ચાંપાનેરને પ્રથમ પંચ મહોત્સવ માટે સુસજ્જ કરી દેવામાં આવ્યા છે. પાવાગઢ-ચાંપાનેરના ધાર્મિક અને ઈતિહાસ વારસા સ્થળને ભારતના અને વિશ્વના ટૂરિઝમ મેપમાં સ્થળ અપાવવાના ઉમદા હેતુ સાથે આ પંચ મહોત્સવનું ટીસીજીએલ તેમજ જિલ્લા પ્રશાસને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સહિત સંબંધિત સંસ્થાઓના સહયોગથી આયોજન કર્યું છે અને તેને માત્ર એક વર્ષ પૂરતો મર્યાદિત ન રાખતા રણોત્સવ જેવી વાર્ષિક પરંપરા બનાવવાની રાજય સરકારની નેમ છે. પાંચ દિવસનો પંચ મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે.

પંચ મહોત્સવના આયોજનથી પ્રવાસીઓ અને પ્રવાસીઓની સુવિધાઓ બંનેમાં વધારો થશે તેવી લાગમી વ્યક્ત કરતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના કન્ઝર્વેશન આસિસ્ટન્ટ એ. જે. પરમારે જણાવ્યું હતું કે મહાકાલી ધામ અને જામા મસ્જિદથી જાણીતા પાવાગઢ- ચાંપાનેર ૧૧૪ જેટલી સમૃધ્ધ હેરિટેજ સાઈટસ ધરાવે છે જે પૈકી કેટલીક તો ગાઢ જંગલમાં આવેલી છે. આમ, પાવાગઢ- ચાંપાનેર વાસ્તવમાં તો ધાર્મિક -ઐતિહાસિક વિરાસતોનું એક મહાનગર છે. જેના અંગે લોકજાગૃતિ ધણી ઓછી છે.

પંચ મહોત્સવનો એક આશય આ વિરાસત નગરની સર્વાંગી ઝાંખી કરાવવાનો છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન સહિત વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પવિત્ર અને પુરાતન સ્થળો આવેલા છે. જે અહર્નીશ ભક્તિ અને બંદગીની સુવાસ પ્રસરાવે છે. આમ, પાવાગઢ -ચાંપાનેર કોમી એકતાનું ઈતિહાસ ધામ છે.

પ્રવાસીઓ સરળતાથી મહત્તમ હેરિટેજ સાઈટસ જોઈ શકે અને માણી શકે તે માટે ત્રણ હેરિટેજ પાથ નિર્ધારિત કરવામાં આવ્યા છે તેવી જાણકારી આપતા પરમારે વધુમાં જણાવ્યું હતું કે મીનાર મસ્જિદથી, વડાતલાવથી અને માંચી સ્થિત ખાપરા ઝવેરી મહેલથી આ પાથ શરૂ થશે. પ્રવાસીઓ માટે ઈતિહાસ દર્શન પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પુરાતત્વ સર્વેક્ષણ સ્થાનિક પ્રશાસનની મદદથી દર્શનીય ધરોહરના સ્થળોનું જરૂરી નવીનીકરણ કર્યું છે. એ પણ ઉલ્લેખનીય છે. જંગલમાં આવેલી સાઈટસ સુધી પ્રવાસીઓ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રવાસીઓના નિવાસ અને રોકાણ માટે ૮૦ અદ્યતન સુવિધા સુસજજ ટેન્ટસ બનાવવામાં આવ્યા છે એટલે પ્રવાસીઓ કેમ્પ કલ્ચરનો આનંદ માણી શકશે. યુનેસ્કોએ જેને ૨૦૦૪માં વિશ્વ વારસા સ્થળ જાહેર કર્યું છે તેવા ચાંપાનેર-પાવાગઢ પ્રવાસીઓને આવકારવા સંપૂર્ણ સુસજ્જ છે.

admin

Recent Posts

શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટઃ મહિલાઓનાં ગળાની ચેઇન આંચકી ગઠીયા રફુચક્કર

અમદાવાદઃ શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની…

4 mins ago

ભિલોડામાં વેપારી પર ફાયરીંગ કરીને ચલાવાઇ લૂંટ, સારવાર દરમ્યાન મોત

અરવલ્લીઃ નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં લૂંટ ‌વિથ મર્ડરની બીજી ઘટના સામે આવી છે. જેનાં પગલે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો…

46 mins ago

ચીટર દંપતીનો એજન્ટ દાનસિંહ વાળા પણ પત્ની સાથે ફરાર

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

58 mins ago

કશ્મીર-બદરીનાથમાં ભારે હિમવર્ષા સાથે કાતિલ ઠંડી, રસ્તાઓ બંધ થતાં એલર્ટ જારી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું…

1 hour ago

સુપ્રીમ કોર્ટમાં ચકચાર રાફેલ ડીલ કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં દાખલ થયેલ ચાર જનહિતની અરજી પર આજથી સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ…

2 hours ago

ભારતમાં નવી આર્થિક ક્રાન્તિ સાથે પોસ્ટઓફિસ પણ બની બેંકઃ PM મોદી

સિંગાપોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસે સિંગાપોર પહોંચી ગયાં છે. આ દરમિયાન તેઓ પૂર્વ એશિયા સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક…

2 hours ago