હાર્દિક પટેલે કર્યાં પારણાં, ઝુકીશ તો સમાજ સામે, સરકાર સામે નહીં: હાર્દિક

અમદાવાદ: ખેડૂતોનાં દેવાંમાફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથી‌રિયાની જેલમુક્તિની માગ સાથે છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ તેમજ અન્ય પાટીદાર અગ્રણીઓના હસ્તે પારણાં કર્યાં છે.

પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું કે સમાજ સામે ઝુકી, સરકાર સામે નહીં. ઉપવાસના પારણાં સમાજના માન માટે કર્યાં છે. પારણા ફકત વડીલોના માન-સન્માન માટે કર્યાં. સમાજના અગ્રણીઓના સન્માન માટે પારણાં કર્યાં. હું સરકાર સામે ઝુકીશ નહીં. જે લોકો મારા સમર્થનમાં ઉપવાસ કરી રહ્યાં છે તે પારણા કરી લેજો.ભગતસિંહ બન્યા તો દેશદ્રોહી બની ગયા, ગાંધીજી બન્યા તો નજર કેદ બની ગયા. અમારી લડાઇ ખેડૂતો માટે છે. અમે સમાજના વિરોધી નથી.

ત્રણ માગને લઇને હાર્દિક પટેલ છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર હતાે અને એક વખત હોસ્પિટલમાં પણ તે દાખલ થયાે હતાે છતાં પણ ભાજપ સરકારે કોઇ મચક આપી ન હતી. છેવટે પાટીદાર સમાજની સંસ્થાઓ અને વડીલો દ્વારા તેમને પારણાં કરી લેવા માટે સમજાવાયાે હતાે.

પાસના પ્રવક્તા મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ હાર્દિક પટેલને પારણાં કરી લેવા માટે સમજાવવા ગઇ કાલે પાટીદાર સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ, વડીલો આવ્યા હતા. હાર્દિક પર સમાજના વડીલો, આગેવાનો અને માતા-બહેનોનું દબાણ હતું કે તે પારણાં કરી લે.

હાર્દિકને પારણા કરવા માટે સમજાવવામાં આવ્યો હતો અને રાજ્યના જિલ્લાના કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે પણ પાસની ટીમે વાતચીત કરી હતી.

તેઓએ પ્રસ્તાવ મૂક્યો હતો કે હાર્દિક પટેલને સમાજની, દેશના ખેડૂતો, ગરીબોને જરૂર છે. સરકારની તાનાશાહી સામે લડવા માટે હાર્દિકનું જીવન જરૂરી છે. દરેક ચર્ચાના અંતે હાર્દિકની સહમતી હતી અને હાર્દિક આજે સમાજના લોકોના અને ખેડૂતના હિતમાં આજે બપોરે પારણા કરવા સહમત થયો હતો.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ઊંઝા ઊમિયાધામના ટ્રસ્ટી પ્રહ્લાદ પટેલ, સમાજના આગેવાન સી.કે. પટેલ, આર.પી. પટેલ, કે.પી. પટેલ તેમજ દિનેશ કુંભાણી સહિત સરદારધામ, સીદસર ધામ સહિતની સંસ્થાઓના વડીલો દ્વારા પારણા કરાવવામાં આવ્યાં.

મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહી અને હિટલરશાહીથી છેલ્લા ૧૯ દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ પર હોવા છતાં એક દિવસ માટે કે એક સેકન્ડ માટે પણ સરકારે વાતચીતનો પ્રયાસ કર્યો નથી. પાસની સાથે કોઇ પણ સીધો સંવાદ કર્યો નથી. આગામી દિવસોમાં સરકારને વાત માનવી પડશે.

divyesh

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

2 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

3 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

4 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

5 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

6 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

7 hours ago