તડકાથી બચવું હોય તો સ્કૂટી ચલાવતી વખતે આટલી સામાન્ય બાબતોનું ધ્યાન રાખો

ગરમી શરૂ થતાની સાથે જ છોકરીઓ પોતાની સ્કીન માટે ટેન્શન લેવા લાગે છે અને તડકાથી સ્કીન પર કોઈ આડઅસર ન થાય તેનું ધ્યાન રાખવામાં લાગી જાય છે. તડકા અને ગંદગીના લીધે ચામડી પર ફંગલ ચેપ અને ખંજવાળ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. ખાસ કરીને સ્કૂટી પર કૉલેજ જતી છોકરીઓ કે ઑફિસ તેમજ બહાર જતી સ્ત્રીઓને આ સમસ્યા વધુ થતી હોય છે.

અમે તમને તડકાથી બચવા માટેની કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. આજે અમે જે ટિપ્સ આપીએ છીએ તેનાથી તમે સાઇડઇફેકટથી બચી શકો છો.

1. સ્કાફ(દુપ્ટા)નો કરો ઉપયોગ
બાઇક પર જવાના કારણે વાળ અને ચહેરા પર ખૂબ ધૂળ ઉડતી હોય છે. જેના કારણે ચહેરા પર ખીલ થઈ શકે છે. વાળ મૂળમાંથી નબળા બની જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે હેલ્મેટ પહેરતા પહેલા ચોક્કસપણે વાળ અને ચહેરાને સ્કાફથી બાંધી લો જેથી તમારા વાળ અને ચહેરાને સુરક્ષિત રાખી શકે.

2.આંખોને બચાવશે સનગ્લાસ
સ્કૂટી ચલાવતી વખતે આંખોમાં તડકો પડે ત્યારે આંખોમાં ચેપ લાગતો હોય છે. આંખો લાલ થવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા માટે, ડ્રાઇવિંગ કરતી વખતે સનગ્લાસનો ઉપયોગ કરો અને ધ્યાનમાં રાખો કે સનગ્લાસ એવા હોય જે આંખોને સંપૂર્ણપણે આવરી લે.

3. સમર કોટ પહેરો
છોકરીઓ ઉનાળામાં સ્લિવલેસ અથવા અડધા સ્લીવ્ઝ કપડાં પહેરવાનુ પસંદ કરે છે, આવા કપડા પહેરવાથી ગરમીમાં ચામડીમાં ટૈનિંગની સમસ્યા થાય છે. એટલે ગરમીથી બચવા માટે સ્કૂટી ચલાવતી વખતે સમર કોટ કે આખી સ્લીવ્ઝવાળા કોટન શર્ટ ચોક્કસ પહેરો જેથી તમે તડકા સામે રક્ષણ મેળવી શકો.

4. મોજાંનો ઉપયોગ કરો
ગરમીથી હાથને બચાવવા માટે કોટન મોજાંનો ઉપયોગ કરો. જેથી તમારા હાથની ચામડી અને નખ ધૂળ માટીથી બચી શકે.

5.સ્નીકર્સનો ઉપયોગ કરો
ગરમીમાં બૂટ પહેરવાનુ કોઈને ગમતું નથી પરંતુ જો તમે તમારા પગને સાફ રાખવા અને એડી ના ફાટે તેના માટે સ્નીકર્સ ચોક્કસ પહેરો. જેનાથી તમારી એડી મુલાયમ રહેશે.

You might also like