VIDEO: શિક્ષકની બદલી થતાં જ વિદ્યાર્થીઓ પોક મુકીને રડ્યાં, બદલી અટકાવાઇ

તમિલનાડુઃ તીરુટાની પાસે અરુગુલમની એક સરકારી શાળામાં ભાવનાસભર દ્રશ્યો સામે આવ્યાં હતાં. આ શાળામાં 6થી 10 ધોરણમાં અંગ્રેજી ભણાવતા ભગવાનભાઈની એકાએક બદલીનો ઓર્ડર આવ્યો હતો. ત્યારે આ ઓર્ડર મળતાં જ ગામનાં લોકો અને વિદ્યાર્થીઓ પોક મુકી મુકીને રડતા જોવા મળ્યાં હતાં.

તેઓએ શિક્ષકને ચારે બાજુથી પોક મુકીને ઘેરી લીધાં હતાં અને તેમને જવા દેતાં ન હતાં. આ દ્રશ્ય જોઈને ખરેખર ભગવાનભાઈ આ છોકરાઓ માટે જાણે ભગવાનનું રૂપ હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામજનોએ આ બાબતે તંત્ર પાસે વિશેષમાં અપીલ પણ કરી છે કે આ શિક્ષકની બદલી કરવામાં ન આવે.

શિક્ષકોની જરૂરિયાતઃ
બાળકો તેઓને સ્કૂલમાંથી છોડવા નથી માંગતાં. બાળકોનાં દર્દે પ્રશાસનને ઝુકવા પર મજબૂર કરી દીધું છે. જો કે હાલમાં પ્રશાસને તેઓનું ટ્રાન્સફર રોકી દીધ્યું છે. વર્તમાનમાં જ્યારે સરકારી સ્કૂલોની હાલત બહુ ખરાબ થઇ રહી છે ત્યારે આજનાં સમાજમાં લોકોને આવા શિક્ષકોની પણ વિશેષ જરૂરિયાત છે.

You might also like