OMG! તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા હવે નથી સરળ!

આંધ્ર પ્રદેશમાં સ્થિત તિરૂપતિ બાલાજી મંદિર દેશનું સૌથી પ્રસિધ્ધ અને અતિ-સમૃદ્ધ તીર્થધામાંથી એક છે. તિરૂપતિ બાલાજીને તિરૂમાલા વેંકટેશ્વર પણ કહેવામાં આવે છે. આ વિશ્વ પ્રસિધ્ધ મંદિર આ રાજ્યની તિરૂમાલા પહાડીની સાતમા પહાડ પર આવેલ છે.

હાલમાં તિરૂપતિ બાલાજીની જે મૂર્તિ જોવા મળી રહી છે તેની આંખ કર્પૂર (કપૂર)ના તિલકથી ઢંકાયેલી છે અને જે સોનાના કળશના ગુંબજની નીચે સ્થાપિત છે, તેને ‘આનંદ નિલય દિવ્ય વિમાન’ પણ કહેવામાં આવે છે. તિરૂપતિ બાલાજી મંદિરને દુનિયાનું સૌથી મોંઘુ અને વીઆઇપી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશના ઘણા સુપ્રસિદ્ધ વ્યક્તિઓ મંદિરમાં દર્શન કરવા આવે છે.

છેલ્લા ઘણા દિવસોથી તિરૂપતિ બાલાજી મંદિર સમાચારમાં છે. અહીં મંદિરના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ મંદિર પરિસમાં ગેર હિન્દુ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવશે નહી. ટીડીડી બોર્ડે 44 લોકોને બીજા ધર્મના લોકો તરીકે નક્કી કર્યા છે જેને મંદિર છોડવું પડશે. તે સિવાય મંદિર પરિસરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

You might also like