BOX OFFICE: ભારતમાં 200 કરોડનો આંકડો પાર કરશે ‘ટાઇગર જિંદા હૈ’

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટાર ‘ટાઇગર જિંદા હૈ’ રિલીઝ થયાના પ્રથમ દિવસથી રેકોર્ડ કમાણી કરી રહી છે. ફિલ્મે મંગળવાર સુધીમાં 173.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એક અનુમાન પ્રમાણે બુધવારના કલેકશનથી ભારતીય માર્કેટમાં આ ફિલ્મ 200 કરોડના આંકડાની ખૂબ જ નજીક પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું વર્લ્ડ વાઇલ્ડ કલેકસન મંગળવાર સુધીમાં જ 200 કરોડની ઉપર જોવા મળ્યું હતું.

સલમાન ખાન સ્ટાર ફિલ્મે બુધવારે જ 17.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ આ ફિલ્મે 6 દિવસમાં 190.62 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજે આ ફિલ્મની કમાણી 200 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.

ભારતમાં ફિલ્મનું અત્યાર સુધીનું કલેકશન…
22 ડિસેમ્બર – 34.10 કરોડ રૂપિયા
23 ડિસેમ્બર – 35.30 કરોડ રૂપિયા
24 ડિસેમ્બર – 45.53 કરોડ રૂપિયા
25 ડિસેમ્બર – 36.54 કરોડ રૂપિયા
26 ડિસેમ્બર – 21.60 કરોડ રૂપિયા
27 ડિસેમ્બર – 20 કરોડ રૂપિયા

ભારત બહાર વિદેશમાં પણ સલમાન ‘ભાઇજાન’ના ચાહકોના કારણે ફિલ્મનું કલેકશન ઘણુ સારું જોવા મળ્યું. મંગળવાર સુધીમાં ફિલ્મે વિદેશમાં 54.79 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ વિદેશની કમાણી સાથે ફિલ્મની કુલ કમાણી 227 કરોડથી વધારે થઇ છે. 140-150 કરોડના કુલ બજેટમાં બનેલ ફિલ્મ એકસાથે 4 હજારથી વધારે એકસાથે દુનિયાભરની સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી.

You might also like