VIDEO: નર્મદા કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા, હાથ ધરાઇ શોધખોળ

ગાંધીનગરઃ નર્મદા કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હતાં. કોબા પાસેની નર્મદા કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હતાં. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય યુવાનો ન્હાવા ગયા હોય તેવી શક્યતા સેવાઇ રહી છે.

જો કે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગની ટીમ અહીં ઘટનાસ્થળે આવી ગયા હતાં. હાલમાં આ યુવાનોની શોધખોળ પણ હાથ ધરાઇ રહી છે. તેમજ અહીં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમજ સ્થાનિક લોકો પણ અહીં એકઠા થઇ ગયા હતાં.

You might also like