સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ ઘરફોડ ચોર અાબાદ ઝડપાયા

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અગાઉ બનેલા સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા ત્રણ રીઢા ઘરફોડ ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે ભવન્સ કોલેેજ પાસેથી આરોપી પંકજ કિશન સોલંકી (રહે. શંકર ભુવન છાપરા, શાહપુર) અને પ્રભાત ગીરીશભાઈ દાતણિયાને ઝડપી લઇ તેની જડતી કરતાં આ બંને શખ્સો પાસેથી એક લેપટોપ, સેમસંગ કંપનીનું ડીવીડી પ્લેયર, બેટરી ચાર્જર, સ્ટીલના વાસણો, ઇમિટેશન જ્વેલરી અને સોનાનાં ઘરેણાં મળી આવ્યા હતા.

જ્યારે સાયબર સેલના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નરોડા પાસેથી મૂકેશ ઉર્ફે ટેકસી કિશનલાલ વાઘેલાને ઝડપી લઇ તેની પાસેથી ચોરીના મોબાઇલ કબજે કર્યા હતા. આ ટોળકીએ સેટેલાઇટ, પાલડી, સરદારનગર અને નરોડામાં ગુનાખોરી આચરી હોવાની કબૂલાત કરતાં પોલીસે ત્રણેયને રિમાન્ડ પર મેળવી સઘન પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન અા શખસો ચોરી કરેલો મુદ્દામાલ જુદા જુદા શહેરોમાં જઈ વેચી મારતો હોવાની પણ કબૂલાત કરી હતી.

You might also like