Categories: Gujarat

Hit & Run માં ત્રણનાં મોત નીપજાવનાર અલીખાને નારોલની જમીન પર કબજો લેવા હુમલો કરાવ્યો

અમદાવાદ: શહેરના નારોલ સર્કલ પાસે આવેલી જમીન પર કબજો કરવા આવેલા ૩પ કરતાં વધુ શખસોએ પાંચ યુવક પર કરેલા ઘાતકી હુમલામાં માસ્ટરમાઇન્ડ બિલ્ડર નવાબખાન પઠાણના પૌત્ર અલીખાન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જૂન-ર૦૧પમાં અલીખાને પુરઝડપે કાર ચલાવીને શાહઆલમ ટોલનાકા પાસે રહેતા ૧૧ શ્રમજીવીને કચડી નાખ્યા હતા, જેમાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત થયાં હતાં.

જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે રહેતા મોહંમદ આસિફ નીજામુદ્દીન શેખે બે મહિના પહેલાં નારોલ વિસ્તારમાં આવેલી વિલ્સન હોટલ પાસે એક જગ્યા ભાગીદારીમાં ખરીદી હતી. છેલ્લા ઘણા દિવસથી કેટલાંક અસામા‌િજક તત્ત્વો જમીન પર બાંધકામ કરવું હોય તો ખંડણી આપવી પડશે તેવી ધમકી આપતાં હતાં.

થોડાક દિવસ પહેલાં મોહંમદ આસિફે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ધમકી આપવાના મામલે લે‌િખત ફરિયાદ આપી હતી.  ત્રણ દિવસ પહેલાં મોડી રાતે ૩પ કરતાં વધુ લોકો તલવાર અને ધોકા લઇને મોહંમદ આસિફની જમીનમાં ગેરકાયદે કબજો લેવા માટે પહોંચી ગયાં હતાં.

લુખ્ખાં તત્ત્વો જમીનમાં કબજો લેવા માટે ગયાં તે સમયે નાસીર ચાંદખાન પઠાણ, સા‌િદક, આ‌િસફ, અજ્જુ અને સોનું નામના યુવકો જમીન પર હાજર હતા. શખસોને રોકવા જતાં પાંચેય શખ્સો પર તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

પાંચેય યુવકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે શખસો ફરાર થઇ ગયાં હતાં. ઘટનાની જાણ નારોલ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે અલીખાન અને આલમખાન સહિત કેટલાક શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરીને તપાસ શરૂ કરી હતી.

ફરિયાદીની પૂછપરછ તેમજ પોલીસની તપાસમાં અલીખાન બિલ્ડર નવાબખાન પઠાણનો પૌત્ર હોવાનું સામે આવ્યું છે. ૭ જૂન, ર૦૧પના રોજ મોડી રાતે અલીખાન પુરઝડપે પોતાની એસયુવી કાર લઇ નીકળ્યો હતો, જ્યાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૧ શ્રમજીવી લોકો પર કાર ચઢાવી દીધી હતી.

આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત સર્જીને અલીખાન ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવે જણાવ્યું છે કે નારોલની જમીન મામલે થયેલી તકરારમાં આરોપીઓનાં પૂરાં નામ-સરનામાં નહીં હોવાના કારણે તેમની ધરપકડ થઇ નથી, પરંતુ આ કેસમાં સંડોવાયેલો અલીખાન નવાબ ‌િબલ્ડરનો પૌત્ર હોવાનું સામે આવ્યું છે.

divyesh

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

6 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

7 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

8 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

10 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

10 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

11 hours ago