Stock Market: ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 354 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૦૪ પોઇન્ટના સુધારે ૩૫,૭૯૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટના સુધારે ૧૦,૮૭૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૬૮ પોઇન્ટના સુધારે ૨૬,૬૭૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે આઇટી, ઓટો, બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરના શેરમાં ઘટાડે ખરીદી જોવા મળી હતી તો બીજી બાજુ એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૩૫૪ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

સન ફાર્મા, લ્યુપિન, ડો.રેડ્ડીઝ, ટીસીએસ, ટાઇટન, એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ કંપનીના શેરમાં એકથી ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ઇન્ડિયા બુલ હાઉસિંગ, ઝી એન્ટર, ભારતી એરટેલ, વેદાન્તા, એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી, ઓએનજીસી કંપનીના શેરમાં ૦.૩૦ ટકાથી ૦.૯૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે આરબીએલ બેન્ક, ઇન્ડિયન બેન્ક, આઇડીએફસી બેન્કમાં પણ ૩થી ૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે સેન્ટ્રલ બેન્ક, ટાટા કેમિકલ્સ, બીજીઆર એનર્જી, જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેર ત્રણ ટકા સુધી તૂટ્યા હતા.

ફાર્મા કંપનીના શેરમાં આગેકૂચ
ડો.રેડ્ડીઝ લેબ્સ ૧.૮૬ ટકા
કેડિલા હેલ્થ કેર ૧.૯૫ ટકા
લ્યુપિન ૨.૧૦ ટકા
વોકહાર્ટ ૨.૦૯ ટકા
ટોરેન્ટ ફાર્મા ૧.૦૭ ટકા
સન ફાર્મા ૨.૫૯ ટકા

કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીના શેર સુધર્યા
આજે મોટા ભાગની કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. વેચાણ વધવાની તથા બેલેન્સશીટ મજબૂત થવાની શક્યતાએ બજાજ ઇલેક્ટ્રિક, બ્લૂ સ્ટાર, ટીટીકે પ્રેસ્ટિજ, ટાઇટન, વ્હર્લપૂલ, પીસી જ્વેલર્સ કંપનીના શેરમાં ૦.૨૭થી ૧.૩૦ ટકાનો ઉછાળો આજે શરૂઆતે જોવા મળ્યો હતો.

You might also like