Xiaomi પછી આ કંપની મોબાઇલ જેટલી કિંમત પર આપી રહી છે સ્માર્ટ TV

ગત દિવસોમાં ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની Xiaomiએ ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા પછી ફ્રાન્સની કંપની સસ્તી કિંમત સ્માર્ટ ટીવી લોન્ચ કર્યુ છે. આ વખતે ટેક્નીકલરે અધિકાર વાળી કંપની Thomsonએ ભારતીય બજારમાં 3 સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. 32 ઇંચ, 40 ઇંચ અને 43 ઇંચના આ સ્માર્ટટીવી તમે Flipkart પરથી ખરીદી શકો છો. આ સ્માર્ટટીવીની ખાસિયત એ છે કે તેને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવ્યાં છે અને ટીવીમાં 10-10 વૉટના બે સ્પીકર પણ આપવામાં આવ્યાં છે. આ સ્માર્ટ ટીવીની કિંમતની વાત કરીએ તો 32 ઇંચ સ્માર્ટ (32M3277), 40 ઇંચ સ્માર્ટ(40TM4099) અને 43 ઇંચ UHD 4K (43TM4377) સ્માર્ટટીવીની કિંમત અનુક્રમે 13,490 રૂપિયા, 19,990 રૂપિયા અને 27,999 રૂપિયા છે.

178 ડિગ્રીનું વ્યૂઇંગ એન્ગલ:
HDRના સપોર્ટ કરનાર સ્માર્ટ ટીવી 43TM4377માં વિશે કંપનીએ દાવો કર્યો છે કે 178 ડિગ્રી વ્યૂંઇગ એન્ગલ આપે છે. આ ટીવી એન્ડ્રોઇડ 4.4.4 કિટકેટ પર રન કરે છે. જેમાં ડ્યુઅલ કોર કૉરટેક્સ-A53 પ્રોસેસર છે. 1GB રેમ અને 8GB સ્ટોરેજ ધરાવતા આ ટીવીમાં હેડફોન જેક અને SD કાર્ડ સ્લોટ માટેની જગ્યા આપવામાં આવી છે. જેમાં Wifi કનેક્ટિવિટીની સુવિધા છે.

સ્પેસિફિકેશન્સ:
Thomson 43 UHD 4K સ્માર્ટ ટીવીમાં ડિફોલ્ટ APK Gmail, YouTube, Twitter , Facebook અને Netflix આપવામાં આવ્યાં છે. તેમાં ગ્રાહકોને એન્ડ્રોઇડ 4.4.4.0 મળશે. તેમાં 3840 x 2160 UHD 4K HDR રિઝોલ્યુશનની ડિસ્પ્લે છે. સાથે જ બેટર ઑડિયો માટે તેમાં 10 વૉલ્ટના બે સ્પીકર્સ પણ આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અન્ય બંને ટીવીમાં ડિસ્પ્લે સિવાયના તમામ ફિચર્સ સમાન છે.

આ ઉપરાંત તેમાં CA53 ડ્યુઅલ કોર 1.4 GHz CPU અને Mali-T720 GPU સાથે 8GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. સાથે જ આ ટીવી મિરાકાસ્ટને પણ સપોર્ટ કરે છે અને તેમાં Wi-Fi, HDMI, USB, SD કાર્ડ અને હેડફોન જેક સપોર્ટ પણ આપવામાં આવ્યા છે.

You might also like