Categories: Dharm Trending

સપ્તાહનાં વ્રતવિધાન: ર૮ મે સોમવારથી ૦૩ જૂન રવિવાર સુધી

તા.ર૮-૦પ-ર૦૧૮ સોમવાર, અધિક જેઠ સુદ ચૌદશઃ વીંછુડો પ્રારંભ ૧૬.૪૧. રવિયોગ સમાપ્ત, ર૩.૦૪ યમઘંટયોગ સૂર્યોદયથી ર૩.૦૪ સુધી. આજે સાંજના ૧૬.૪૧ સુધી જન્મેલાં બાળકોની રાશિઃ તુલા. તે પછી વૃશ્ચિક.

તા.ર૯-૦પ-ર૦૧૮ મંગળવાર, અધિક જેઠ સુદ પૂનમઃ વીંછુડો. અન્વાધાન. રાજયોગ સૂર્યોદય ૧૯.પ૦. મન્વાદિ. વ્રતની પૂનમ. આજે જન્મેલાં બાળકોની રાશિઃ વૃશ્ચિક.

તા.૩૦-૦પ-ર૦૧૮ બુધવાર, અધિક જેઠ વદ એકમઃ વીંછુડો સમાપ્ત ર૭.૧ર. યમઘંટયોગ રાતના ર૭.૧રથી સૂર્યોદય. આજે રાતના ર૭.૧૧ સુધી જન્મેલાં બાળકોની રાશિઃ વૃશ્ચિક તે પછી ધન.

તા.૩૧-૦પ-ર૦૧૮ ગુરુવાર, અધિક જેઠ વદ બીજઃ આજે જન્મેલાં બાળકોની રાશિ ધન.

તા.૦૧-૦૬-ર૦૧૮ શુક્રવાર, અધિક જેઠ વદ ત્રીજઃ રાજયોગ સૂર્યોદયથી રપ.૪પ. આજે જન્મેેલાં બાળકોની રાશિઃ ધન.

તા.૦ર-૦૬-ર૦૧૮ શનિવાર, અધિક જેઠ વદ ચોથઃ સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રર.ર૮ કલાકે. સ્થિરયોગ ૦૮.પ૧થી ર૮.૧૮ આજે બપોરના ૧પ.૩૭ સુધી જન્મેલાં બાળકોની રાશિઃ ધન તે પછી મકર.

સંકષ્ટ ચતુર્થીઃ દરેક શુકલ પક્ષની ચોથ વિનાયક ચતુર્થી કહેવાય છે. જ્યારે કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે પણ જો સંકષ્ટ ચતુર્થી મંગળવારના દિવસે હોય તો તે અંગારકી સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. ગણેશજી તથા તેમના ભક્તોમાં અંગારકી સંકષ્ટ ચતુર્થી બહુપ્રિય છે. જો કે બધી ચોથ ગણેશ ભક્તો દિલથી કરે છે. આ વખતની સંકષ્ટ ચતુર્થી અધિક માસમાં આવતી હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. તેથી દરેક ભક્તોએ ખાસ કષ્ટ લઇને પણ આ સંકષ્ટ ચતુર્થીનો ઉપવાસ જરૂરથી કરવો જેથી તેનું પુણ્ય જન્મો જન્મ મળે.

તા.૦૩-૦૬-ર૦૧૮ રવિવાર, અધિક જેઠ વદ પાંચમઃ પાંચમ વૃદ્ધિતિથિ આજે જન્મેલાં બાળકોની રાશિઃ મકર.

Janki Banjara

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

9 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

9 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

9 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

9 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

9 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

9 hours ago