WhatsApp ગ્રુપમાં હવે એડમિન જ કરી શકશે આ કામ

WhatsApp ગ્રુપમાં ક્યારેક એકસાથે બધા મેમ્બર્સ મેસેજ કરે ત્યારે પરેશાની થાય છે. આ સિવાય WhatsApp ગ્રુપને અફવાઓ અને ખોટા મેસેજ વાયરલ કરવા માટે પણ જવાબદાર માનવામાં આવે છે. હવે આ સમસ્યાઓને હલ કરવા માટે WhatsApp દ્વારા iOS, એન્ડ્રોઈડ અને વિંડોઝ ફોનમાં ‘Restrict Group’ નામનું નવું ફીચર ઉમેરવામાં આવશે. આ ફિચરથી બદલાશે WhatsApp ગ્રુપ એડમિન્સ જ ગ્રુપમાં મેસેજ મોકલી શકશે. જ્યારે બાકીના ગ્રુપ મેમ્બર્સ આ મેસેજને ખાલી જોઈ શકશે.

‘Restrict Group’ફિચરની મદદથી નૉન-એડમિન મેમ્બર્સને કોઇ ગ્રુપમાં ફોટોગ્રાફ, વીડિયો, GIF, ડોક્યુમેન્ટ અથવા તો વૉઇસ મેસેજ પણ મોકલી શકાશે, જ્યારે એડમિન મંજૂરી આપે. આ ફિચર એન્ડ્રોઈડ 2.18.132 અને તેનાથી ઉપરના વર્ઝનમાં ઉપલબ્ધ હશે.

WhatsApp યૂઝર્સને ટૂંક સમયમાં બીજા ઘણા ફિચર્સ મળશે. WhatsAppએ ફેસબુકની F8 કોન્ફરન્સમાં નવા ફિચર જેવા કે સ્ટીકર્સ અને ગ્રુપ વીડિયો કૉલિંગ લાવવાની જાણકારી આપી હતી. આ સિવાય WhatsAppમાં બિઝનેસ એપ, WhatsApp બિઝનેસના કોઈ ફિચર્સ આપવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે, WhatsAppમાં એક બ્લેક ડૉટ મેસેજ બગ આવ્યું હતુ. જેમાં WhatsAppની સાથે સાથે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ક્રેશ થવાની ચર્ચા થઇ હતી. રિપોર્ટ અનુસાર, ફોરવર્ડમાં કરવામાં આવેલા WhatsApp મેસેજના બે વેરિયંટ છે. એકમાં બ્લેક ડોટ છે જે ચેતવણી સાથે આવે છે જેમાં યૂઝરને ટેપ કરવાની ઉત્સુકતા રહે છે. તો બીજો મેસેજ બોમ્બ કે ખતરનાક મેસેજ લોકોના ફોન અને WhatsAppને નુકસાન પહોંચાડે છે. અને આ કોઈ વોર્નિંગ સાથે નથી આવતો. આ મેસેજમાં સ્પેશિયલ કેરેક્ટર છે જે સામેથી નથી દેખાતાં પરંતુ ટેક્સ્ટ બિહેવિયરને બદલી નાખે છે.

You might also like