Video: લો આવી ગયું પાણીથી ચાલતું બાઇક, 1 લીટરમાં ચાલે છે 500 km

પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને વીજળીથી ચાલતી ગાડીઓ માટે તમે રોજે સાંભળતા હશો પરંતુ બ્રાઝિલના રહેનારા રિકાર્ડો અજેવેડોએ પાણીથી ચાલતી બાઇક બનાવી દીધી છે. જી હા આ બાઇક પાણી પર જ ચાલે છે અને રિકાર્ડોએ એનુંનામ T પાવર H20 રાખ્યું છે. આ બાઉકની સૌથી ખાસ વાત એ છે કે ફક્ત 1 લીટર પાણીમાં 500 કિલોમીટરનું અંતર કાપે છે.

કોણે બનાવ્યું છે આ બાઇક
રિકોર્ડો અજેવેડો ખૂબ જ ઓછા પૈસા ખર્ચ કરીને આ બાઇક બનાવી છે. એની ડિઝાઇન પાણી અને એક કાર બેટરીથી બનાવી છે. રિકોર્ડો બ્રાઝીલમાં એક પબ્લિક ઓફિસર છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત છે કે એનાથી પર્યાવરણને નુકસાનની જગ્યાએ ફાયદો મળે છે. એની બેટરીથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યૂસ થાય છે. પાણીથી હાઇડ્રોજનના મોલિક્યૂલ્સને અલગ કરી દે છે. એક પાઇપ દ્વારા હાઇડ્રોજન એન્જીનમાં જાય છે અને એને ચાલવા માટે પાવર આપે છે.

આ બાઇક એના સારા માઇલેજ માટે જાણીતી છે. એની માઇલેજ માટે કોઇ ખાસ મિનરલ અથવા શુદ્ધ પાણીની જરૂર પડતી નથી. આ ભાઇકમાં નદીનું પાણી કે અશુદ્ધ પાણી નાંખીને પણ ચલાવી શકાય છે. એક લીટરમાં 500 કિલોમીટરનું અંતર કાપનાર આ બાઇક ખરેખર કોઇ અજાયબીથી ઓછી નથી.

You might also like