ચાઇનીઝ કંપનીએ બહાર પાડ્યું વોલપેપર જેટલું પાતળું ટીવી

ચીનની સ્કાયવર્થ કંપનીએ OLED નામનું વોલપેપર જેવું પાતળું ટીવી બહાર પાડ્યું છે જે અત્યાર સુધીનું વિશ્વનું સૌથી સ્લિમ ટીવી હોવાનું મનાય છે. આ ટીવીની સ્ક્રીન ૩.૬પ મિલીમીટર જેટલી છે. જરાક સરખામણી માટે સમજવું હોય તો આઇફોનના હેન્ડસેટ કરતાં એની જાડાઇ અડધી છે. અલ્ટ્રા સ્લિમ ટીવી એટલું હલકું છે કે માત્ર આંગળીઓ દ્વારા એ ઊંચકી શકાય છે અને સાદા ગ્લાસના લેવલ પર પણ હૅન્ગ થઇ શકે છે. ૬૬ ઇંચનું ટીવી સાડાચાર લાખ રૂપિયામાં અને ૭૭ ઇંચનું ટીવી ૧૩.૬૦ લાખ રૂપિયામાં છે. આ ટીવીની સ્ક્રીન એટલી પાતળી છે કે દુકાનમાં એના પર સ્થિર તસવીર ચાલુ કરી હોય તો કસ્ટમર્સ એને પેઇન્ટિંગ માની લે છે.

You might also like