ATM માંથી નહીં મળે આ નોટ, વધી શકે છે તમારી મુશ્કેલીઓ

નવી દિલ્હી: આ વખતે દિવાળીની શોપિંગ તમારા માટે પરેશાની વાળી હોય છે કારણ કે તમને એટીએમમાંથી 500 અને 2000 ની નોટ મળી શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને પત્ર લખીને દિવાળી સુધી એ.ટી.એસને 500 અને 2000ની નોટ નિકાળવાની વ્યવસ્થા બંધ કરવા માટે કહ્યું છે. આ નોટોની જગ્યાએ એ.ટી.એસથી 100 રૂપિયાની નોટ મળશે. જો આવું થાય છે તો માર્કેટમાં રોકડની સમસ્યા સર્જાશે.

આરબીઆઇના આ પગલાથી લોકોને તહેવાર પહેલા ઘણી સમસ્યા આવી શકે છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં દરેક લોકો વધારે રોકડ ખર્ચે છે અને એટીએમમાંથી વધારે પૈસા નિકાળે છે. નોટબંધી દરમિયાન પણ બેંક એટીએમમાં 100 રૂપિયાની નોટો વધારે નાંખી રહ્યું હતું. જેની સંખ્યા ખૂબ ઓછી હોય છે. હવે જોવાનું એ છે કે શું ફરીથી નોટબંધી જેવો સીન દિવાળી જેવા મોટા તહેવારમાં જોવા મળશે.

આરબીઆઇએ આ સર્કુલેશન નોટબંધી પહેલા ગત વર્ષે રજૂ કરી હતી. પરંતુ નોટબંધીના કારણે લાગૂ પાડી શકાયું નહતું. હવે આરબીઆઇએ બેંકોને ફરીથી પોતાના આ સર્કુલેશનની યાદ અપાવી છે અને આ ઓક્ટોબરથી અમલી કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે એક અધિકારીએ જણાવ્યું છે કે 500ની નોટની કમી માર્કેટમાં થઇ રહી છે. તો બીજી બાજુ એવા સમાચાર મળી રહ્યા છે કે 2000ની નોટનું છાપકામ ઓછું થઇ ગયું છે. આ કારણથી એટીએમમાં માત્ર 100 રૂપિયાની નોટોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like