Categories: Dharm Trending

ભગવદ્દગીતામાં ભગવાને કર્યા છે આ ચાર પ્રકારના ભક્તોનો ઉલ્લેખ….

જેનામાં ભગવાનના સંબંધનું પ્રાધાન્ય છે તે ક્રમશ: ભગવાનની તરફ જ આગળ વધતો જાય છે. અને ભગવાનમય બની જવાથી સમયાંતરે તેનામાં ધનલોલુપતા ઘટતી જાય છે અને સમય આવ્યે ક્ષીણ પણ થઈ જાય છે. આવા ભક્તોમાં ધ્રુવજીનું નામ પ્રસિદ્ધ છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાનના કેટલાક એવા ભક્તોનો ઉલ્લેખ છે. જેઓ શાસ્ત્રોક્ત વિધિ વિધાન, નૈતિક તેમજ સામાજિક નિયમોનું પાલન કરે છે અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ રાખે છે. અન્યના દુ:ખે દુ:ખી થનારા, જિજ્ઞાસા ધરાવનારા, ધનની આકાંક્ષા રાખનારા અને જ્ઞાનની સાધના કરનારા ભક્તો અનુક્રમે આર્તભક્ત, જિજ્ઞાાસુ ભક્ત, અર્થાર્થી ભક્ત અને જ્ઞાની ભક્ત કહેવાય છે. આવા ભક્તોની અનવરત ચાલતી કર્મ- પ્રવૃત્તિ અહીં પ્રસ્તુત છે.

૧. આર્ત ભક્ત :
આર્ત એટલે સંતપ્ત, પીડાગ્રસ્ત. કોઈ આ આફત આવતાં જેઓ દુ:ખી થઈને પોતાનાં દુ:ખો દૂર કરવા માટે ભગવાનને પોકારે છે. તેઓ આર્તભક્ત કહેવાય છે આર્ત એટલે ભીનાશ જોનારો, ભગવાન માટે રડનારો. વિહ્વળ થનારો- જેવા કે સંત નામદેવ. આવો ભક્ત ભગવાનનો પ્રેમ ક્યારે મળે, ક્યારે તેને ભેટું, તેના ચરણકમળમાં ક્યારે સ્થાન પામું.

એવી તાલાવેલી ધરાવે છે. આ ઉપરાંત સૃષ્ટિ આટલી દુ:ખી કેમ છે ? માણસ આટલો ઉદાસીન કેમ છે, એનું ચિંતન તેને હૈયે હોય છે. તે પોતાના દુ:ખથી જ નહિ, અન્યના દુ:ખથી પણ આર્ત બને છે. મીરાં ગાતી હતી :’ હરિ ! તુમ હરો જનકી ભીર.’ કુંતીએ પણ પ્રાર્થના કરતાં કહેલું : ‘પ્રભુ ! મને દુ:ખમાં નાખ જેથી પળેપળ તારું સ્મરણ રહે.’ આવી પ્રાર્થના આર્ત ભક્તની હોય છે.

૨. જિજ્ઞાસુ ભક્ત :
જે સતત જ્ઞાાન પ્રાપ્ત કરવા માટે ઉત્સુક રહે છે. તેને જિજ્ઞાાસુ ભક્ત કહેવામાં આવે છે. આવો ભક્ત દુ:ખ આવ્યા પછી મનોમન વિચાર કરે છે કે પોતાના દુ:ખનું કારણ શું છે? દુ:ખ કર્મથી આવ્યું કે દૈવથી? જગતના લોકો દુ:ખી કેમ છે? હું શું કરું કે જગતને શક્તિશાળી અને પવિત્ર વિચારો મળે. આ કર્મ માટે ભગવાન પાસે જનારા જિજ્ઞાાસુ ભક્ત છે. આવા ભક્તો સ્વાધ્યાય અને પ્રવચનમાં ખૂબ રસ દાખવે છે, સદ્ગ્રંથોનું અધ્યયન કરી ચિંતન- મનન કરે છે.

જિજ્ઞાાસુ ભક્ત ભગવાન વિશે ઘણું બધું જાણે છે. પરંતુ તેને પામવાની તાલાવેલી સામાન્ય સ્તરથી આગળ વિસ્તરતી નથી. આવા જિજ્ઞાાસુ ભક્તોમાં ઉદ્ધવજીનું નામ લેવામાં આવે છે. ભગવાને તેમને દિવ્યજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. જે ‘ઉદ્ધવગીતા’ તરીકે ઓળખાય છે.

૩. અર્થાર્થી ભક્ત:
કંઈક લાભ પામવા જે ઇચ્છુક છે તે અર્થાર્થી ભક્ત છે. તે કોઈક વસ્તુ, ધન દોલત કે કીર્તિ મેળવવાની ઇચ્છાથી ભગવાનની પાસે જાય છે. અહીં જગતમાં બીજા કોઈ પાસેથી માગવું એના કરતાં ભગવાન પાસે માંગવું વધારે ઉચિત છે એમ તે માને છે. એટલું જ નહિ, તે ધનપ્રાપ્તિ માટે જય કીર્તન, નામ સ્મરણ, ધ્યાન વગેરે કરે છે. અને ભગવાન પાસેથી જે કંઈ મળે તેનો ઉપયોગ પોતે ખૂબ કરકસરથી કરે છે અને ધર્મપ્રીત્યર્થે તેનો ઉદારતાથી ઉપયોગ કરે છે.

જેનામાં ભગવાનના સંબંધનું પ્રાધાન્ય છે તે ક્રમશ : ભગવાનની તરફ જ આગળ વધતો જાય છે. અને ભગવાનમય બની જવાથી સમયાંતરે તેનામાં ધનલોલુપતા ઘટતી જાય છે અને સમય આવ્યે ક્ષીણ પણ થઈ જાય છે. આવા ભક્તોમાં ધ્રુવજીનું નામ પ્રસિદ્ધ છે.

૪. જ્ઞાની ભક્ત :
વસ્તુને યથાર્થ જાણનારો જ્ઞાની ભક્ત કહેવાય છે. આવા ભક્તને જે દેખાશે તે બધું જ ભગવાનનું સ્વરૂપ હશે. કુરૂપ- સુરૂપ, રાય-રંક, સ્ત્રી પુરુષ, પશુ પંખી- બધામાં તેને ભગવાનનાં દર્શન થાય છે. ગંભીર સાગરમાં તેને ઇશ્વરનો વિલાસ દેખાય છે. ગાયમાં તેને ઇશ્વરની વત્સલતાનો અનુભવ થાય છે. ધરતીમાં તેને ક્ષમાનું દર્શન થાય છે.

આકાશમાં નિર્મળતા તેમજ સૂર્ય ચંદ્ર તારામાં તેને તેનું તેજ અને ભવ્યતા દેખાય છે. ફૂલોમાં તે તેની કોમળતાનો અનુભવ કરે છે. દુર્જનમાં તે પોતાની કસોટી કરનારા ભગવાનનું દર્શન કરે છે. આમ સર્વત્ર ઇશ્વર રહેલો છે. એમ જોવાનો જ્ઞાાની ભક્તનો અભ્યાસ સતત ચાલુ રહે છે. તે ઇશ્વરના સૂક્ષ્મતમ સ્વરૂપને પામવાની સાધના કરે છે અને એમ કરતો કરતો તે એક દિવસ ઇશ્વરમાં ભળી જાય છે આ છે ભગવાનનો જ્ઞાની ભક્ત.•

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago