KISS કરવાથી પાર્ટનરને થઇ શકે છે આ બીમારીઓ

લગ્ન બાદ કિસ કરવી એક સામાન્ય વાત હોય છે. આ ઉપરાંત પણ છોકરા છોકરીઓ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે એક બીજાને કિસ કરે છે. દરેક વ્યક્તિની કિસ કરવાની રીત પણ અલગ અલગ હોય છે. કિસ કરતાં તો બધા સારી રીતે જાણતા હશે. પરંતુ એનાથી થતી બીમારીઓ માટે ખૂબ જ ઓછા લોકા જાણતા હશે. ચલો તો આજે અમે તમને જણાવીએ છીએ કે કિસ કેવી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

1. ઇન્ફેક્શન
કિસ કરવાથી મોં ની લાળ એક બીજાના મોંઢામાં જતી રહે છે. એનાથી ઇન્ફેક્શનનું જોખમ રહે છે. દરેક વ્યક્તિના શરીરમાં નાની મોટી બીમારીઓ હોય છે જે લાળ દ્વારા પાર્ટનરની અંદર જતી રહે છે જેનાથી બીમારી ફેલાઇ જાય છે.

2. શરદી ખાંસી
કેટલીક વખત બંને પાર્ટનરમાંથી એકને ખાંસી અથવા શરદી થાય છે કારણ કે શરદી ખાંસી ખૂબ જલ્દી ફેલાઇ જાય છે. કિસ કરવાથી કીટાણુ બીજા પાર્ટનરની અંદર જતાં રહે છે. જેનાથી એમને પણ ખાંસી અને શરદી થાય છે.

3. ફોડલી
કિસથી લાળ એકબીજાના મોં મા જાય છે જેનાથી બેક્ટેરિયા ફેલાવવાનો ડર રહે છે. એનાથી હોઠ અને જીભમાં ફોડલીઓ થઇ શકે છે જેનાથી ખૂબ જ પરેશાની થાય છે.

4.પેઢા અને દાંત
મોટાભાગના લોકો પોતાના મોંઢાની સફાઇ ખૂબ રાખે છે પરંતુ કેટલીક વખત છોકરાઓ આ વાતનું ધ્યાન રાખતાં નથી અને બ્રશ કર્યા વગર કિસ કરવા લાગે છે. એવામાં દાંત અને પેઢાની સમસ્યા થવા લાગે છે.

http://sambhaavnews.com/

You might also like