SUV પર 9 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, નવરાત્રી પહેલા કંપનીઓ તરફથી આકર્ષક ગિફ્ટ

ચૈત્રી નવરાત્રી હવે રવિવારથી શરૂ થાય છે અને આ નાણાંકીય વર્ષને સમાપ્ત થવામાં પણ 15 દિવસ રહ્યાં છે. તેવામાં ઓટો કંપનીઓ તેમનાં જૂનાં સ્ટોકને ક્લિયર કરવા માટે સતત નવી ઓફર લઇને આવી રહી છે.

નાની કાર ઉપરાંત SUVબનાવનાર નામી કંપનીઓ જેવી કે BMW, મર્સિડીઝ અને મારૂતિ પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કંપનીઓનાં પસંદ કરેલ મોડેલ પર રૂ.75 હજારથી રૂ.3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

BMW X5 X Drive પર 9 લાખ સુધીનું ડિસ્કાઉન્ટઃ
BMW કે જે વિશ્વની સૌથી મોટી કારની કંપની છે. તેનાં X5 મોડેલ ઉપર તે 9 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. X5નો મુખ્ય મુકાબલો મર્સિડીઝ GLEઅને ઓડી Q7સાથે છે. આ કારમાં ઉચ્ચ ગુણવત્તાની ઈન્ટીરિયર અને કામગીરી આપવામાં આવી છે જેનાં કારણે તે વધુ સ્પોર્ટી સાબિત થાય છે. આ કારની અન્ય આવૃત્તિમાં ‘યુનીક લોય વ્હીલ’ અને ‘બમ્પર’ ડિઝાઇન છે.

મર્સિડીઝ GLE મોડેલ પર 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટઃ
કંપની દેશમાં મર્સિડીઝની સૌથી લોકપ્રિય SUVમાં 3 લાખ રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ ઓડી અને BMWસાથે મુકાબલો કરનાર GLEમાં ઘણી વૈભવી સુવિધાઓ આપી છે. તેની સૌથી મોટી સુવિધા એ ‘પ્લસ રાઇડ’ અને ‘સરળ ડીઝલ એન્જિન’ છે. તેમાં 4-સિલિન્ડર ડીઝલ એન્જિન છે, જે 2143 સીસી એન્જિનથી સજ્જ છે.

મારૂતિ S ક્રોસ પર 75 હજાર સુધીનું ડિસ્કાઉન્ટઃ
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારૂતિ સુઝૂકી તેનાં પ્રીમિયમ SUV S-ક્રોસ પર 75 હજારથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો કે, કંપની દ્વારા આ ડિસ્કાઉન્ટ 2017માં બનેલા મોડેલ પર આપવામાં આવે છે. આ ઉપરાંત કંપની મફતમાં એસેસરીઝ પણ આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે કંપની જૂનાં સ્ટોકને સમાપ્ત કરવા માંગે છે એટલે કે આ ઓફર 31 માર્ચ સુધી જ માન્ય છે. કંપનીએ આ મોડેલનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કારમાં ‘ફિએટ’વાળું 1.3 લિટર અને 1.6 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવેલ છે.

You might also like