અમદાવાદની કાલુપુર મસ્જિદમાં ચોરી, હવે ધાર્મિક સ્થળો પણ નથી રખાતા બાકાત

અમદાવાદઃ શહેરમાં ચોરી અને ચેઇન સ્નેચિંગનાં બનાવો સતત બનતા રહે છે. લોકોનાં ઘરમાં અને જાહેર રોડ પર પણ ચોરી-લૂંટફાટ કરી તસ્કરો ફરાર થઇ જાય છે. હવે તસ્કરોએ ધાર્મિક સ્થાનોને પણ નિશાન બનાવી ચોરી કરવાનું શરૂ કર્યું છે. કાલુપુર વિસ્તારમાં પાંચ કૂવા વિસ્તારમાં આવેલી મુલ્લા કાસિમની મસ્જિદમાંથી રૂ.4 હજારની ચોરી થઇ છે.

કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કોઇ અજાણી વ્યક્તિએ રાત્રીનાં સમયે મુલ્લા કાસિમની મસ્જિદમાં પ્રવેશી દાનપેટીમાંથી રૂ.4 હજારની મતાની ચોરી કરી હતી. બીજા દિવસે બપોરે નમાજ પડવા આવતી એક વ્યક્તિનાં ધ્યાનમાં આ વાત આવતાં તેણે આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે પોલીસે આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચોરીનાં બનાવો સતત દિવસે ને દિવસે વધતા જાય છે. જેમાં ચેઇન સ્નેચરોની સંખ્યામાં પણ વધારો થતો જોવાં મળી રહ્યો છે. ત્યારે શહેરનાં ભીડભાડવાળા વિસ્તારમાં એટલે કે કાલુપુર વિસ્તારમાં આવેલ મસ્જિદમાંથી ચોરી કરાઇ હોવાંની એક ઘટના સામે આવી છે.

જેમાં કાલુપુરની પાંચ કુવા વિસ્તારમાં આવેલ મુલ્લા કાસિમની મસ્જિદમાંથી રૂ.4 હજારની ચોરી કરાઇ હોવાંની ઘટના સામે આવી છે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે હવે તસ્કરો ધાર્મિક સ્થળોને પણ ચોરી કરવામાં બાકાત નથી રાખી રહ્યાં.

Dhruv Brahmbhatt

Recent Posts

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

7 mins ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

17 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

1 hour ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

1 hour ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago

મહિલા T-૨૦ વર્લ્ડકપઃ લેસ્બિયન કપલે ટીમને અપાવી એક તરફી જીત

ગયાનાઃ વિન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં એક એવી ઘટના બની, જેણે ઇતિહાસ રચી દીધો. આઇસીસી ટૂર્નામેન્ટમાં એવું પહેલી વાર…

2 hours ago