Categories: Gujarat

ચોરી કર્યા બાદ ચોરે પ૦ હજારની ખેરાત કરી!

અમદાવાદ: ચોરી અથવા લૂંટફાટ કરનાર ગુનેગાર મળેલી રકમનો ઉપયોગ પોતાની અંગત જરૂરિયાત અથવા મોજશોખ પાછળ કરીને ઉડાવી દેતો હોય છે, પરંતુ એક ચોરે ચોરીના ભાગમાં મળેલા પૈસામાંથી રૂ.પ૦,૦૦૦ રમજાન મહિનામાં ખેરાતમાં આપી દીધા હતા.

સુરતના ઉધનામાં કરિયાણાના હોલસેલ વેપારીના ત્યાં સાગરીતો સાથે મળી રૂ.૩ર લાખની ઘરફોડ ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાંચે સરખેજમાં રહેતા ત્રણ આરોપીઓને રોકડ રૂપિયા, મોબાઇલ અને કાર સાથે મળી રૂ.૪.૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. અલ્તાફ હુસેન ઉર્ફે ટીપુ ભીખુભાઇ કુરેશી (ઉં.વ. ર૪, રહે. સબનમપાર્ક, સરખેજ), ‌િજજ્ઞેશ ઉર્ફે ‌િજગર અંબાલાલ રાવલ (ઉં.વ.૧૯, રહે. સરખેજ)ને સરખેજ એલ.જે. કોલેજ નજીક રહેતા મહોબતજી ઉર્ફે બાદશાહે સુરત ખાતે બ્લેકના પૈસા લેવા જવાનું છે તેમ કહી લાલચ આપી હતી. પૈસા લેવા નરોડા પાટિયાકાંડના ગુનામાં ઝડપાયેલ અબ્બાસબેગ મિર્ઝા (રહે. આમેનાપાર્ક સોસા., સરખેજ)ને તૈયાર કરી મહોબતજી અને તેના અન્ય બે સાગરીત સાથે ઇન્ડિકા કારમાં ઉધના ખાતે ગયા હતા, જ્યાં એક કરિયાણાના હોલસેલ વેપારીની દુકાનમાંથી અલ્તાફ અને ‌િજગર ચોરી કરી પૈસા લઇ આવ્યા હતા.

તમામ આરોપીઓ અલગ અલગ રીતે અમદાવાદ ખાતે આવી ગયા હતા. અમદાવાદ આવ્યા બાદ મહોબતજી ઉર્ફે બાદશાહના ઘરે પૈસાનો ભાગ પાડ્યો હતો, જેમાં રૂ.૧૭.પ૦ લાખ મળ્યા હોઇ અબ્બાસને રૂ.ર.૧૦ લાખ, અલ્તાફ ઉર્ફે ટીપુને રૂ.ર.૧૦ લાખ મળ્યા હતા. આરોપી અલ્તાફે રૂ. ૧ લાખ પોતાના ઘરે સંતાડી દીધા હતા અને બાકીના રૂપિયા લઇ અજમેર શરીફ ફરવા ગયો હતો, જ્યાં તેણે ચોરીના રૂ.પ૦,૦૦૦ ગરીબ માણસોને ખેરાતમાં આપી દીધા હતા. બાકીના પૈસાથી મોબાઇલ ફોન ખરીદ્યો હતો.

અબ્બાસે પણ પોતાનું રૂ.૧ લાખનું દેવું ચૂકવી દીધું હતું. પોલીસે આરોપીઓ પાસેથી બાકીના રૂ.ર.૩૯ લાખ, મોબાઇલ ફોન-ર, ઇન્ડિકા કાર કબજે કરીને ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

divyesh

Recent Posts

મ્યુનિ. ઢોર પકડવામાં-પશુપાલકો તેના રજિસ્ટ્રેશન માટે ઉદાસીન

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનાે ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના…

1 min ago

બેન્કમાં જ યુવકનાં રોકડ અને મોબાઈલ લૂંટી બે શખસો ફરાર

અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની…

2 mins ago

EVM સાથે ચેડાં કરીને BJP 50 વર્ષ સુધી સત્તા પર ચીપકી રહેશે?: શત્રુઘ્ન સિંહા

નવી દિલ્હી: ભાજપના પટણાસાહિબના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ વધુ એક વખત પક્ષ વિરુદ્ધ બાગી તેવર દેખાડ્યાં છે અને તેમણે…

30 mins ago

અંબાજી ખાતે ગબ્બરના ઢાળ પર રિક્ષા પલટી જતાં સરસપુરના દાદા-પૌત્રનાં મોત

અમદાવાદ: શહેરનાં સરસપુર વિસ્તારમાં રહેતો પરિવાર ગઇ કાલે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરી બાલારામ ચામુંડા મંદિરે દર્શન કરવા…

42 mins ago

Rajkot: જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનની હત્યા કરી

અમદાવાદ: રાજકોટમાં કૌટુંબિક વૃદ્ધાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવાના ઇરાદે બે સગા ભાઈઓએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી…

43 mins ago

પાક.ની ફરી ‘નાપાક’ હરકત: સાંબા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગ અને મોર્ટારમારો

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળોની પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી…

1 hour ago