Categories: India

જેલમાં ગધેડાં પણ ન ખાય તેવાં શાકભાજી ખાધાં હતાંઃ સંજય દત્ત

નવી દિલ્હી: નાયકથી ખલનાયક બનેલા અને ખલનાયકની સજા કાપીને તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલ સંજય દત્તે ઇન્ડિયા ટુુડે કોન્કલેવ-ર૦૧૬માં પોતાના જેલના અનુભવો શેર કર્યા હતા. ‘હાર્ડ રોડ ટુ ફ્રીડમ’ સેશનમાં બોલતાં સંજય દત્તે જણાવ્યું હતું કે મેં જેલમાં એવાં શાકભાજી ખાધાં હતાં, જે ગધેડાં પણ ન ખાય.

સંજય દત્તે જણાવ્યું હતું કે જેલમાં ભોજન ખરેખર ભયાનક હતું. દોઢ વર્ષ સુધી મેં ચણાની દાળ ખાધી હતી. આ ઉપરાંત ભોજનમાં રાજગીરા નામનું શાક પીરસાતું હતું, જે ગધેડાં પણ નથી ખાતાં. સંજય દત્તે વધુમાં જણાવ્યું કે હું એક બાલ્દીમાં પાણી ભરી તેનો ડંબેલ તરીકે ઉપયોગ કરતો હતો. લાકડાના બીમ પર બોક્સિંગ કરતો હતો. આ બધી કસરતો કરવી જરૂરી હતી, કારણ કે મારે વજન વધારવું ન હતું.

જેલમાં હું પેપર બેગ બનાવવામાં નિષ્ણાત થઇ ગયો છું. પેપરબેગ બનાવીને હું રૂ.૪પ૦/- કમાયો હતો. મેં આ પૈસા મારી પત્નીને આપ્યા હતા. આ બેગમાં તમે પ કિલો વજન ભરી શકો છો. પોતાના પરિવાર અંગે વાત કરતાં સંજય દત્તે જણાવ્યું હતું કે મારો સમગ્ર પરિવાર દેશભક્ત છે. મેં કે મારા પરિવારે ક્યારેય દેશનું અહિત કર્યું નથી.

જેલમાં દિવસની શરૂઆત છ વાગ્યે થતી હતી. હું જેલમાં ઘણીવાર રડી પડતો હતો. મારા પરિવાર અને બાળકોને સતત યાદ કરતો હતો. મને સુરક્ષાના કારણસર એકાંત કેદમાં રાખવામાં આવ્યો હતો. હું જેલમાં શિવપુરાણ અને ગણેશપુરાણ વાંચતો હતો. વાંચન કરીને હું પંડિત બની ગયો હતો. જેલમાં મને હિન્દુ ધર્મ અંગે સારું જ્ઞાન મળ્યું હતું.

divyesh

Recent Posts

શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટઃ મહિલાઓનાં ગળાની ચેઇન આંચકી ગઠીયા રફુચક્કર

અમદાવાદઃ શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની…

1 min ago

ભિલોડામાં વેપારી પર ફાયરીંગ કરીને ચલાવાઇ લૂંટ, સારવાર દરમ્યાન મોત

અરવલ્લીઃ નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં લૂંટ ‌વિથ મર્ડરની બીજી ઘટના સામે આવી છે. જેનાં પગલે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો…

42 mins ago

ચીટર દંપતીનો એજન્ટ દાનસિંહ વાળા પણ પત્ની સાથે ફરાર

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

55 mins ago

કશ્મીર-બદરીનાથમાં ભારે હિમવર્ષા સાથે કાતિલ ઠંડી, રસ્તાઓ બંધ થતાં એલર્ટ જારી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું…

1 hour ago

સુપ્રીમ કોર્ટમાં ચકચાર રાફેલ ડીલ કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં દાખલ થયેલ ચાર જનહિતની અરજી પર આજથી સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ…

2 hours ago

ભારતમાં નવી આર્થિક ક્રાન્તિ સાથે પોસ્ટઓફિસ પણ બની બેંકઃ PM મોદી

સિંગાપોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસે સિંગાપોર પહોંચી ગયાં છે. આ દરમિયાન તેઓ પૂર્વ એશિયા સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક…

2 hours ago