2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે એક હજાર સાક્ષીઓની જુબાની પૂર્ણ

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે એક હજાર સાક્ષીની જુબાની પૂર્ણ થઇ હતી. 2008માં અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. આ કેસમાં હાલ સેશન્સ કોર્ટમાં જુબાનીમાં એક હજાર સાક્ષીને કોર્ટે તપાસ્યા હતાં. નોંધપાત્ર છે કે આ સીરીયલ બ્લાસ્ટમાં શહેરમાંથી કુલ 20 ગુનાઓ દાખલ થયા હતાં. જેમાં શાહીબાગ, સિવિલ હોસ્પીટલ અને મણીનગરની એલ.જી. હોસ્પીટલમાં કાર બોમ્બ તથા સરખેજમાં AMTS બસમાં બોમ્બ મુકવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે આ સાથે સાયકલો ઉપર પણ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 56 વ્યક્તિઓના કમોત નિપજ્યા હતાં તેમજ 240 વ્યક્તિઓને જીવલેણ ઈજાઓ થઇ હતી. આ સાથે જ કરોડો રૂપિયાની ખાનગી તથા જાહેર મિલતનું નુકસાન થયું હતું. જેની જવાબદારી સીમી તથા ઈન્ડિયન મુજાહીદીન નામની આંતકવાદી સંસ્થાના સભ્યોને ભેગા મળી સ્વીકારી હતી. ગોધરા હત્યાકાંડ બાદ મુસ્લીમો ઉપર થયેલ અત્યાચારનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં 2008ના રોજ વિવિધ સ્થળોએ થયેલ બોંબ બ્લાસ્ટને ગોધરાકાંડનો બદલો માનવામાં આવે છે.આ દિવસે અમદાવાદ હચમચી ઉઠ્યું હતું અને કેટલાય નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા ત્યારબાદ આ ઘટના સામે 20 જેટલા કેસ નોંધાયા હતા અને જેની તપાસ કરવામાં આવતા આશરે 1 હજાર જેટલા લોકોએ જુબાની આપી હતી જેની તપાસ આજે પૂર્ણ થઇ હતી.

You might also like