CBSE બોર્ડમાં શારીરિક શિક્ષણ વિષય હવે ફરજિયાત

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરની સીબીએસઈ શાળાઓમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી શારિરીક શિક્ષણ વિષય ફરજિયાત કરાયો છે, જેનો ચુસ્તપણે અમલ શરૂ થઈ ચૂક્યો છે. હવે સીબીએસઈ બોર્ડે શારીરિક શિક્ષણ વિષય માટેના પ્રેક્ટિકલના ૧૦૦ માર્ક્સની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે, જેના કારણે હવે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા આપવા માટે શારીરિક શિક્ષણના પિરિયડમાં હાજરી અને મૂલ્યાંકનનું મહત્ત્વ ગણવામાં આવશે.

સીબીએસઈ બોર્ડે હવે દેશભરની શાળાઓને એક પરિપત્ર દ્વારા જાણ કરી દીધી છે અને ગાઈડલાઈન પણ જાહેર કરીને આ અંગેનું આકરું અને કડક વલણ સ્પષ્ટ કર્યું છે. ગાઈડલાઈન મુજબ સીબીએસઈ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ફિઝિકલ એજ્યુકેશનની પરીક્ષા અને મૂલ્યાંકન ફરજિયાત કરાતાં હવે ધોરણ- ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને આ સત્રથી ફિઝિકલ એજ્યુકેશન-શારીરિક શિક્ષણનો રોજનો એક પિરિયડ ભણવાનો ફરજિયાત થયો છે.

સીબીએસઈ બોર્ડે જે ગાઈડલાઈન જાહેર કરી છે તે મુજબ અગાઉ શાળાઓને ધોરણ-૯થી ૧૨ના નવા સત્રના શેડ્યૂલમાં રોજનો એક પિરિયડ શારીરિક શિક્ષણને ફાળવવા માટે જણાવાયું હતું. હવે બોર્ડ ટૂંક સમયમાં ‘હેલ્થ એન્ડ કને‌િક્ટવિટી કાર્ડ’નું ફોર્મેટ ટૂંક સમયમાં જાહેર કરશે. હાલમાં ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓ ફિઝિકલ એજ્યુકેશન માટેના તાર્ગેટ ગ્રૂપ છે.

હવે શાળાઓમાં રોજનો એકમાત્ર પિરિયડ જ નહીં, પરંતુ શાળાઓમાં શારીરિક શિક્ષણની ૧૦૦ માર્ક્સની પરીક્ષા પણ લેવાશે. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવા માટે ફિઝિકલ એજ્યુકેશનના પિરિયડમાં હાજરી અને મૂલ્યાંકન ફરજિયાત ગણાશે.

ધોરણ-૯ અને ૧૦ માટે વર્ક એજ્યુકેશન હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન ધોરણ-૧૧ અને ૧૨ માટે વર્ક એક્સપિરિયન્સ ફિઝિકલ અને હેલ્થ એજ્યુકેશનનો પેટા વિષય માન્ય રાખવામાં આવશે. શાળાઓએ તેમાં રોજેરોજનું વિદ્યાર્થીઓનું નિયમિત મૂલ્યાંકન કરવાનું રહેશે.

You might also like