Stock Market : સેન્સેક્સ 38,800 પર નિફ્ટી 11,700ને પાર

અમદાવાદ: આજે પ્રારંભિક ટ્રેડિંગમાં નજીવા ઘટાડા બાદ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ ૧૦૦ પોઇન્ટથી વધુ મજબૂત થયો છે અને નિપ્ટી ૧૧,૭૦૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ લેવાલી જોવા મળી છે.

બીએસઇનો ૩૦ શેરવાળો મુખ્ય સેન્સેક્સ ઇન્ડેક્સ આ લખાઇ રહ્યું છે ત્યારે ૧૨૨.૪૯ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮,૮૧૨.૫૯ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૪૩.૮૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૭૨૦.૬૫ પર ટ્રેડ કરી રહી છે. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો અને નિફ્ટીના મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સમાં પણ ૦.૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ૦.૪ ટકા ઊછળ્યો છે.

ફાર્મા, આઇટી, એફએમસીજી, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરમાં લેવાલી જોવા મળી રહી છે. ભારતી ઇન્ફ્રાટેલ, સન ફાર્મા, એચસીએલ ટેક., સિપ્લા, પાવર ગ્રીડ, વિપ્રો, ઇન્ફોસિસ અને ઓએનજીસીના શેરમાં ૧.૪ ટકાથી ૩ ટકા સુધી ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે રિલાયન્સ, ભારતી એરટેલ, વેદાન્તા, એચડીએફસી બેન્કમાં ૧.૫થી ૩.૮ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

રૂપિયામાં રેકોર્ડબ્રેક ઘટાડો
આજે રૂપિયામાં પણ રેકોર્ડબ્રેક ૧૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ રૂપિયો અત્યાર સુધીની સર્વાધિક નીચી સપાટી પ્રતિડોલર ૭૧ પર પહોંચી ગયો હતો, જોકે પાછળથી નજીવાે સુધારાે થયો હતો અને આ લખાઇ રહ્યું છે ત્યારે ૦.૨૩ પૈસાના સુધારા સાથે રૂપિયો ૭૦.૯૭ પર ટ્રેડ કરી રહ્યો છે.

You might also like