SC-ST એક્ટ કેસમાં સીધી ધરપકડ કરવામાં ન આવે: અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચનો ચુકાદો

લખનૌ: અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી) અત્યાચાર નિવારણ એક્ટના કેસમાં અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે કેસમાં અપરાધ સાત વર્ષથી ઓછી સજાને યોગ્ય હોય તેમાં નોટિસ વગર ધરપકડ કરી શકાય નહીં.

એસસી-એસટી એક્ટ કે અન્ય કોઈ કાયદા હેઠળ કે જ્યાં સાત વર્ષ તે તેનાથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં આરોપીઓની રૂટિન ધરપકડ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સીઆરપીસીની જોગવાઈઓનું પાલન કર્યા વગર એક દલિત મહિલા અને તેની પુત્રી પર હુમલાના આરોપી ચાર લોકોની ધરપકડ કરી શકાય નહીં.

જસ્ટિસ અજય લાંબા અને જસ્ટિસ સંજય હરકૌલીની ખંડપીઠે ૧૯ ઓગસ્ટ, ર૦૧૮ના રોજ નોંધવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની એક અરજીની સુનાવણી હાથ ધરીને આ ચુકાદો આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ આદેશ સંસદમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન બાદ નોંધાયેલી એફઆઈઆર અંગેની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો છે.

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે સુપ્રીમ કોર્ટના વર્ષ ર૦૧૪ના એક ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે સાત વર્ષ કે તેનાથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસમાં આરોપીની ધરપકડ કરતાં પહેલાં નોટિસ આપીને તેમને પૂછપરછ માટે બોલાવવા જોઈએ. આરોપી જો નોટિસની શરતોનું પાલન કરે તો તેની કાર્યવાહી દરમિયાન ધરપકડ કરી શકાય નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે આવા કેસમાં સીઆરપીસીની કલમ-૪૧ અને ૪૧-એનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સીધી ધરપકડ ત્યારે જ શક્ય છે જ્યારે તે ખૂબ જરૂરી હોય. આ એફઆઈઆર રદ કરવાની અરજી ગોંડા જિલ્લાના કાંડરે પોલીસ સ્ટેશનમાં રાજેશ મિશ્રા વિરુદ્ધ મારપીટ, એસસી-એસટી એક્ટના કેસમાં થયેલી ધરપકડને રદ કરવા માટે દાખલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં ધરપકડ પહેલાં અરનેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ર૦૧૪ના ચુકાદાનું પાલન કરવામાં આવે. આ સાથે જ કોર્ટે અરજીને પણ રદ્દ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અરનેશ કુમાર કેસમાં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં અપરાધની વધુમાં વધુ સજા સાત વર્ષ સુધીની હોય તો એવા કેસમાં સીઆરપીસીની કલમ-૪૧ અને ૪૧-એની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ.

તપાસ અધિકારીએ પહેલાં એ વાત સુનિશ્ચિત કરવી પડશે કે ધરપકડ અનિવાર્ય જ છે કે નહીં. નહીં તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ધરપકડ કરાયેલી વ્યક્તિની રિમાન્ડ મંજૂર કરશે નહીં.

આ કેસમાં અનુસૂચિત જાતિની મહિલા શિવરાજી દેવીએ ૧૯ ઓગસ્ટના રોજ ગોંડાના કાંડરે પોલીસ સ્ટેશનમાં રાજેશ મિશ્રા અને અન્ય ત્રણ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. મહિલાનો આરોપ હતો કે, ૧૮ ઓગસ્ટની રાતે ૧૧ વાગ્યે સુધાકર, રાજેશ, રમાકાંત અને શ્રીકાંત જૂની અદાવતના કારણે તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલા અને તેમની પુત્રીને જાતિસૂચક ગાળો આપવા લાગ્યા હતા.

જ્યારે વિરોધ કર્યો ત્યારે તેમને લાત-મુક્કા અને દંડાથી માર મારવામાં આવ્યો હતો. બંને મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપી પક્ષનું કહેવું હતું કે તેમને રાજનૈતિક અદાવતના કારણે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.

divyesh

Recent Posts

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

26 mins ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

1 hour ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

2 hours ago

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

2 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

18 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

19 hours ago