Ahmedabad: રખિયાલમાં જર્જરિત સરકારી વસાહતની છત તૂટીઃ બે ઘાયલ

અમદાવાદ: શહેરમાં ભયજનક મકાનો પડી જવાનો સિલસિલો ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના શિવમ્ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરના બ્લોક ધરાશાયી થયા હતા. આજે વહેલી પરોઢે રખિયાલ વિસ્તારમાં આવેલ સરકારી વસાહતના મકાનની એક છત પડી જતાં દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. આ સરકારી વસાહતની હાલત એટલી જર્જરીત છે કે અહીં રહીશો જીવના જોખમે રહે છે.

રખિયાલ વિસ્તારમાં ૭૫ વર્ષ જૂના સરકારી આવાસ યોજનાની સોનારિયા બ્લોક વસાહત આવેલી છે. જેમાં પાંચ હજારથી વધુ લોકો રહે છે. સોનારિયા વસાહતના૧૮ નંબરના બ્લોકની છત એકાએક પડી જતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચી હતી.

જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાના શિવમ્ ફ્લેટના બે બ્લોક ધરાશાયી થયા હતા, તેનાં કરતાં પણ ખરાબ હાલત સોનારિયા બ્લોકની છે.

સોનારિયા બ્લોકની સ્થિતિ જોતાં ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થાય તેવી સ્થાનિક રહીશોમાં દહેશત છે. બિલ્ડિંગ એ હદે જર્જરીત છે કે રહીશો રહેવા માટે પણ તૈયાર નથી. ઓઢવમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં ભયજનક મકાનોનો સર્વ શરૂ કરી દીધો છે.

છેલ્લા એક અઠવાડિયામાં એક મકાન અને બે છત ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં બે વ્યકિતઓનાં મોત થયાં છે. ચાર કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. ઓઢવમાં બે બિલ્ડિંગ ધરાશાયી બાદ દરિયાપુરમાં મકાન ધરાશાયી થઇ ગયું હતું ત્યાર બાદ ગઇ કાલે દાણીલીમડામાં એક છત પડી જતાં મહિલાનું મોત થયું હતું. આજે વહેલી પરોઢે સોનારિયા બ્લોકની છત પડી જતાં બે લોકો ધાયલ થયા હતા.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

16 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

16 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

16 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

16 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

16 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

16 hours ago