આતંકવાદનો ખતરો: સંયુકત રાષ્ટ્રનો રિપોર્ટ ભારત માટે વધુ ચિંતાજનક

આતંકવાદને ખતમ કરવાના દુનિયાભરના દેશોના પ્રયાસો છતાં તેનાથી હજુ છુટકારો મળ્યો નથી અને નજીકના ભવિષ્યમાં તેનો આસાર પણ દેખાતા નથી.એક બાજુ અમેરિકા સહિતના દેશો સામે લડી લડીને આઇએસ જેવા આતંકવાદી સંગઠનોની કમર તૂટી ગઇ છે.

બીજી બાજુ અલકાયદા ફરીથી તાકાતવર બની રહ્યું હોવાના ચિંતાજનક અહેવાલો આવી રહ્યા છે. ખાસ કરીને ભારત માટે આ અહેવાલો વધુ ચિંતાની વાત છે કેમકે અલકાયદા હવે ભારતને નિશાન બનાવવા માગે છે.

સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર અલકાયદાની જ એક શાખા અલકાયદા ઇન ઇન્ડિયન સબ કો‌ન્ટિનન્ટ (એક્યુઆઇએસ) નામથી ભારતમાં હુમલા કરવાની ફિરાકમાં છે. એ અલગ વાત છે કે સરકાર અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે હજુ સુધી આ સંગઠન હુમલા કરી શકયું નથી.

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ કાયદા સંબંધિત સમિતિએ સોંપેલા રિપોર્ટ મુજબ ભારતમાં હુમલાની યોજના અલ કાયદાના વૈચારિક એજન્ડાનો એક ભાગ છે. રિપોર્ટ અનુસાર અલ કાયદા હજુ પણ દક્ષિણ એશિયામાં તેનું નેટવર્ક ધરાવે છે. તાલિબાન તથા અન્ય નાનામોટા ઇસ્લામિક આતંકી સંગઠનો સાથે તેના ઘનિષ્ઠ સંબંધો છે.

ભારતમાં પણ જેહાદી માનસિકતા ધરાવતાં સંગઠનો સતત તેના સંપર્કમાં છે. અલ કાયદા અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સ્થાનિક લોકો પણ તેની સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જમ્મુ પોલીસે કાશ્મીરના અરફાન હુસેન નામના શખ્સને ઝડપ્યો હતો.

જે અલકાયદા સાથે સંકળાયેલો હોવાની શંકા હતી. ગત ડિસેમ્બરમાં અલકાયદા સાથે સંકળાયેલા કાશ્મીરી યુવાનોના ગ્રુપે વીડિયો દ્વારા ભારતના મુસલમાનોને જેહાદ કરવા આહવાન કર્યું હતું. જોકે હજુ તે ચોક્કસ નથી કે અલ કાયદાના કેટલા લોકો જમ્મુ-કાશ્મીર કે દેશના અન્ય ભાગોમાં સક્રિય છે.

અલબત્ત સુરક્ષા દળોની આવા તત્ત્વો પર ચાંપતી નજર છે.એવું મનાઇ રહ્યું છે કે દુનિયાનું ધ્યાન આઇએસ પર હતું ત્યારે અલકાયદાએ ચુપચાપ પોતાનું સંગઠન ફરીથી બેઠું કર્યું છે. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ સંયુકત રાષ્ટ્રનો રિપોર્ટ હતો કે અલ કાયદા ભારત-બાંગ્લાદેશમાં યુવાનોની ભરતી કરી રહ્યું છે.

ભારતમાં વર્ષોથી આતંકવાદની સમસ્યા છે. કાશ્મીર, નાગાલેન્ડ, પંજાબ, આસામ, બિહાર સહિતના રાજયો તેનાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપરાંત ઇસ્લામિક, માઓવાદી, નકસલી અને શીખ આતંકવાદ સામે ભારત ઝુઝતું રહ્યું છે.

ર૦૦૬ના એક રિપાર્ટ અનુસાર દેશના ૬૦૮ જિલ્લામાંથી ર૩ર જિલ્લામાં વિવિધ પ્રકારના આતંકવાદની સમસ્યાથી જોવા મળી હતી. ર૦૦૮માં સરકારના રાષ્ટ્રીય સલાહકાર એમ.કે.નારાયણે કહ્યું હતું કે દેશમાં ૮૦૦ જેટલા આતંકવાદી જૂથો સક્રિય છે. મુંબઇમાં ર૦૦૮માં થયેલો આતંકવાદી હુમલો દેશવાસીઓ ભૂલી શકયા નથી.

૧૬૬ લોકોનો ભોગ લોનારા આ પાકિસ્તાન પ્રેરિત હુમલાએ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. જમ્મુ-કાશ્મીરના આતંકવાદે સૌથી વધુ લોકોનો ભોગ લીધો છે. ૧૯૮૯થી તેની શરુઆત થઇ. પાકિસ્તાનના તત્કાલિન સરમુખત્યાર જનરલ ઝિયાએ એક યોજના દ્વારા કાશ્મીરના લોકોનું બ્રેઇનવોશ કરીને તેમને ભારત વિરોધી બનાવવાનું શરુ કર્યું. તે વખતની જમ્મુ-કાશ્મીર તથા કેન્દ્ર સરકારો પાકિસ્તાનના દાવપેચને ખાળવામાં તથા આતંકવાદને ડામવામાં નિષ્ફળ નિવડી હતી.

જેના પરિણામે કાશ્મીરની સમસ્યા અત્યંત પેચીદી બની ગઇ છે. મતોના રાજકારણે પણ કાશ્મીરની સમસ્યાને વકરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ર૦૦૯માં કાશ્મીરીઓની અને કેટલાક સ્થાનિક જેહાદીઓની મદદથી પાક. આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો. જેમાં એક પોલીસ કર્મચારી અને સંસદ ભવનના એક કર્મચારીનું મોત થયું હતું.

સુરક્ષા દળોએ જોકે પાંચેય આતંકવાદીઓને ઢાળી દઇ સંસદમાં ઘૂસીને મોટી જાનહાનિ કરવાના આતંકીઓના મનસુબાને નિષ્ફળ બનાવ્યો. આપણા દેશની કરુણતા એ છે કે આતંકવાદનો મુદ્દો પણ રાજકીય બની જાય છે.

આપણા ત્યાં સુપ્રીમ કોર્ટ જેની સજા પર આખરી મહોર મારે છે તેવા આતંકીઓને બચાવવા પણ કેટલાક રાજકીય પક્ષો અને કહેવાતા સેકયુલર-બુદ્ધિજીવીઓ ખુલ્લેઆમ બહાર આવે છે.

જયારે લધુમતી સમાજના કે નકસલીઓ સાથે સંકળાયેલા કોઇની ધરપકડ થાય ત્યારે આ જ લોકો બુમરાણ મચાવીને આતંકવાદ સામેની લડાઇને નબળી પાડે છે.

આ લોકો જયારે જેહાદીઓ કે માઓવાદીઓ હુમલા કરીને સુરક્ષા કર્મીઓની હત્યા કરે ત્યારે મૌન ધારણ કરી લે છે. છેલ્લા કેટલાક સમયથી ભલે કાશ્મીરની ઘટનાઓ-માઓવાદીઓના હુમલાઓને બાદ કરતા દેશમાં કોઇ મોટો આતંકી હુમલો ના થયા હોય પણ ખતરો હજુ સહેજ પણ ઓછો થયો હતો.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

3 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

3 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

3 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

3 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

3 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago