આ છે રોયલ એનફિલ્ડ બાઇકસના સૌથી વધુ વેચાણ પાછળનું કારણ…

0 123

ભારતીય ઓટો માર્કેટમાં રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ઘણી મનપસંદ છે. માર્કેટ શેરમાં ખૂબ ઝડપથી વિકસિત થઇ રહી છે. ગત 17 વર્ષમાં બ્રાન્ડની પસંદગીમાં ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે. એવું તો શું છે કે રોયલ એનફિલ્ડની બાઇક ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે, તે અંગેની અમે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

રોયલ એનફીલ્ડ દુનિયાનું સૌથી જુનું ટુ-વ્હીલર બ્રાન્ડ છે. તે હર્લી ડેવિડસનથી પણ જૂનું છે. તેનું યુનીક ફીચર્સ, વિન્ટેજ લુકવાળી ડિઝાઇનના કારણે તેની બ્રાન્ડ વેલ્યુ ઘણી છે. રોયલ એનફિલ્ડની મોટરસાઇકલ પહેલાની સરખામણીએ ઘણું વિશ્વસનીય છે. કલાસિક રેન્જ બાઇકમાં 24 મહિનામાં 24 હજાર કિમીની વોરંટી આપવામાં આવે છે.

નવી રોયલ એનફીલ્ડ બાઇકમાં ઇલેકટ્રિક સ્ટાર્ટર, ડિસ્ક બ્રેક વગેરે મોર્ડન ફિચર્સ આપવામાં આવેલ છે. પહેલા ગિયર લિવર ડાબી બાજુ હતુ જે હવે જમણી બાજુ કરવામાં આવ્યું છે તેના કારણે પણ કસ્ટમરોને તે વધુ આકર્ષિત કરી રહ્યું છે. રોયલ એનફિલ્ડ સમયાંતરે નવા પ્રોડક્ટસ લોન્ચ કરતી રહી છે. રોયલ એનફિલ્ડએ હિમાલયન લોન્ચ કરી હતી, જો કે ભારતની સૌથી વધારે અફોર્ડબલ એડવેન્ચર મોટરસાઇકલ બની.

loading...

Leave A Reply

Your email address will not be published.