OMG! પુરુષો પણ બાળકને બ્રેસ્ટફીડ કરાવી શકે એવી હોર્મોન કિટ ડેવલપ થવાની સંભાવના

ટૂંક સમયમાં માત્ર મમ્મીઓ જ નહીં, પપ્પાઓ પણ સંતાનોને કહી શકશે કે મેં તમને મારું દૂધ પીવડાવ્યું છે. બ્રિટનના નિષ્ણાતો હાલમાં આ માટે સઘન અભ્યાસ કરી રહ્યા છે. જેમ એક બર્થ કંટ્રોલ પિલ્સ લઇનેે મહિલાઓ શરીરમાં અકુદરતી હોર્મોન્સ બદલાવ કરે છે એવી જ રીતે પુરુષો પણ કરી શકશે.

પત્નીને ગર્ભધારણ થાય એની સાથે જ જો પતિ પણ ખાસ હોર્મોન્સની કિટ લેવા માંડે તો પુરુષના બ્રેસ્ટમાં પણ દૂધ પેદા કરતી નળીઓ પેદા થઇ શકે છે, જેના કારણે જ્યારે બાળક માની કુખમાંથી બહાર આવે ત્યારે મમ્મીની સાથે પપ્પા પણ બાળકને દૂધ ‌િપવડાવવા માટે સક્ષમ થઇ શકે છે.

આ ક્રાંતિકારી વિચાર મેડિકલી શકય છે અને પ્રેક્ટિકલ પણ છે. એવું અભ્યાસકર્તાઓએ તારવી લીધુંં છે. હવે માત્ર આ પ્રક્રિયાના કારણે પુરુષોના શરીરમાં કેવી આડઅસર થાય છે એના પર વધુ સંશોધન ચાલી રહ્યું છે.

લંડનના નિષ્ણાતોનું કહેવું છે કે જો પિતા પણ બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી શકે તો એનાથી બાળક અને પિતા વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત થશે એટલું જ નહીં, સ્ત્રીઓમાં ડિલિવરી પછીની પ્રોફેશનલ લાઇફ જલદીથી થાળે પડી શકે છે.

You might also like