Categories: Business

GST ના નિયમોમાં ધરખમ ફેરફાર થાય તેવી શક્યતા

મુંબઇ: છેલ્લી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકારે ૧૭૮ ચીજવસ્તુઓના ટેક્સ રેટમાં ૨૮ ટકાથી ૧૦ ટકાનો ઘટાડો કરી ૧૮ ટકા કરી નાખ્યો છે. વધતા જતા વિરોધ વચ્ચે સરકારે બનાવેલી છ સભ્યોની સલાહકાર સમિતિ જીએસટીના રેટ સહિતના અન્ય નિયમોમાં પણ મોટો ફેરફાર કરવાનું સૂચન કાઉન્સિલને કરી શકે છે, જેમાં ખાસ કરીને ઇ-વે બિલ તથા ઉચ્ચક વેરો તથા રિવર્સ ચાર્જ મિકેનિઝમની પ્રક્રિયા અને જીએસટી રિફંડની સિસ્ટમ સરળ બનાવી શકે છે.

સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ઇ-વે બિલ અને રિવર્સ ચાર્જ મિકેનિઝમ-આરસીએમ એક વર્ષ માટે મુલતવી રાખી શકે છે. ઉચ્ચક વેરાની યોજનામાં આંતરરાજ્ય સપ્લાયની મંજૂરીની માગણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે.

સરકાર નાના અને મધ્યમ કદનાં એકમોની મુશ્કેલીઓ દૂર કરવાની સાથેસાથે આર્થિક વિકાસ થાય તથા રોજગારી વધે તેના પર પણ ફોકસ કરી રહી છે. કમિટીને જીએસટીના રિટર્ન દાખલ કરવા સંબંધે ઇ-વે બિલ તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને નિકાસકારો સાથે જોડાયેલી સમસ્યાઓ અંગે ૭૦૦થી પણ વધુ સૂચનો મળ્યાં છે, જેમાં ઇ-વે બિલને હાલ ટાળીને તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા લાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ગઇ કાલે જ કહ્યું હતું કે સરકારની મુખ્ય પ્રાથમિકતા નાનાં અને મધ્યમ કદનાં એકમોની જીએસટી પ્રક્રિયાને સરળ બનાવવાની છે. ઉલ્લેખનીય છે કે બે લાખ કરોડથી પણ વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચાર મહિનાથી અટકેલી પડી છે, જેના કારણે કંપનીઓની કાર્યકારી મૂડી પર પણ અસર પડી છે. ટેક્સ નિષ્ણાતોએ આ પ્રશ્નને જલદી ઉકેલવા માટેની માગ કરી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago