સિસ્ટમની ખામી નહીં સુધારાય ત્યાં સુધી ઓનલાઈન પ્લાન સબમિટ નહીં કરાય

અમદાવાદ: નવા બાંધકામ માટેના પ્લાન પાસ કરવા માટે રાજ્ય સરકારે છેલ્લા ચાર મહિનાથી એટલે કે ૧લી મેથી ઓન લાઇન પ્લાન સબમિટ કરવાની સિસ્ટમ ફરજિયાત કરી છે પરંતુ સોફટવેરમાં અનેક પ્રકારની ખામીઓને કારણે પડતી મુશ્કેલીને કારણે અમદાવાદ સહિત રાજ્યભરના કન્સલ્ટિંગ એન્જિનિયર્સ એસોસીએશનના સભ્યો ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (ODPS)થી અળગા રહીને ખામીયુક્ત સિસ્ટમનો વિરોધ કરશે.

સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ ફોરમના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારની ખામી ભરેલી ઓન લાઇન સિસ્ટમ અંગે યોગ્ય નિરાકરણ નહીં ત્યાં સુધી ઓનલાઇન બાંધકામ પ્લાન સબમિટ કરશે નહીં.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રર ઓગસ્ટે સરકારે ઓથોરિટીને આપેલી મૌખિક સૂચના મુજબ ODPSમાં મંજૂર થયેલા નકશાને જ ઓટોકેડમાં સુધારીને પીડીએફ ફાઇલ અપલોડ કરવાનું જણાવાયું છે તે મુજબ pre-dcrમાં નકશો બનાવીને તેને સોફટવેરમાં રન કરવું પડે પરંતુ મુખ્ય સોફટવેર સિસ્ટમની ખામીઓ જ દૂર કરી નથી અને તેનું નિરાકરણણ પણ કરેલ નથી તેથી અગાઉ નક્કી થયા મુજબ અમદાવાદ શહેરના ર૦૦થી વધુ અને રાજ્યભરના એન્જિનિયર્સ આર્કિટેકટ ઓનલાઇન સિસ્ટમની ખામીના વિરોધમાં બાંધકામના પ્લાન સબમિશનથી દૂર રહેશે.

આગામી બે દિવસમાં ફોરમના સભ્યો મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂબરૂ મળીને સમસ્યાના સમાધાન અને નિરાકરણ માટે રજૂઆત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ૧૦૦૦થી વધુ બાંધકામ પ્લાન મંજૂરીની રાહમાં છે સરકાર તરફથી ક્રેડાઇ એસોસીએશનને ખાતરી આપવામાં આવી છે કે નાની મોટી કચેરી સાથે પ્લાનને શરતી મંજૂરી આપવામાં આવશે જે સમય મર્યાદામાં અરજદારે પૂરી કરવાની રહેશે.

રાજ્યભરના એન્જિનિયર છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે તેઓની માગ છે કે ઓનલાઇન સિસ્ટમની જ્યાં સુધી ખામી દૂર ન થાય ત્યાં સુધી ઓફ લાઇન જેવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, આવું નહીં થાય ત્યાં સુધી તેઓ કોઇ બાંધકામ પ્લાન સબમિટ નહીં કરીને વિરોધ ચાલુ રાખશે.

divyesh

Recent Posts

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

48 mins ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

1 hour ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

3 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

4 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

5 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

5 hours ago