GST રિટર્ન ફાઈલ નહીં કરનારા અમદાવાદના છ હજાર વેપારીના નંબર રદ

અમદાવાદ: દેશભરમાં જીએસટી લાગુ થયા પછી પણ ટેક્સચોરી કરનાર વેપારીઓ સામે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જીએસટી નંબર લીધા પછી જે વેપારીએ અત્યાર સુધી એક પણ ટેક્સ ભર્યો નથી કે જીએસટી રિટર્ન ફાઈલ કર્યું નથી તેવા અમદાવાદ શહેર અને જિલ્લાના ૬,૦૦૦થી વધુ નંબર રદ કરવામાં આવ્યા છે.

જીએસટીના નિયમ મુજબ ઉપરાઉપરી જે વેપારીઓ ૬ વખત સુધી રિટર્ન ફાઈલ કરતા નથી તેમના નંબર રદ કરી દેવામાં આવે છે. આવા નંબર રદ થઈ ગયા છે તેવા વેપારીઓને હવે ફરી નંબર લેવા માટે એપ્લાય કરવું પડશે, પરંતુ તંત્ર આવા વેપારીઓ પાસેથી દરેક દિવસના રૂ. ૫૦ પેનલ્ટી પેટે અને ટેક્સ નથી ભરાયો તેના પર ૧૮ ટકા વ્યાજની વસૂલી કરશે. જે વેપારીઓ માઈગ્રેટ નથી થઈ શક્યા તેવા વેપારીઓ માટે માઈગ્રેટ થવાની અંતિમ મુદત ૩૧ ઓગસ્ટ છે. આ પછી તેઓ માઈગ્રેટ થઈ શકશે નહીં.

જે વેપારીઓના જીએસટી નંબર રદ થયા છે તે વેપારીઓને મોટું નુકસાન થશે એટલું જ નહીં, તેમની સાથે વેપાર કરનારાઓને પણ મોટું નુકસાન થશે. જે વેપારીનો નંબર રદ થયો હશે તે વેપારીને તો ખરીદી પરની આઈટીસી (ઈન્યુટ ટેક્સ ક્રેડિટ) મળવાપાત્ર થતી નથી.

નંબર રદ થવા બાબતે જીએસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વેપારીઓના નંબર રદ થઈ ગયા છે તેમને ફરી એક તક આપવામાં આવી છે. તેમના માટે રાહતની વાત એ છે કે તેઓ ફરી વખત નંબર લઈ શકે છે. તે માટે વેપારીએ જીએસટી ઓફિસે અપીલ અરજી કરવાની રહેશે.

આ અરજી મળ્યા બાદ અધિકારીએ જરૂરી પ્રક્રિયા કરીને જીએસટીની વેબસાઈટમાં માહિતી આપવાની રહેશે. નંબર મેળવવા માટે વેપારીએ જેટલા રિટર્ન ભરવાના બાકી હશે તે તમામ રિટર્ન તો ફાઈલ કરવાનાં રહેશે જ, પરંતુ તેની સાથે વ્યાજ અને પેનલ્ટીની રકમ પણ ચૂકવવી પડશે.

કેટલાક વેપારીઓ વેબસાઈટ બરાબર નહીં ચાલતી હોવાના કારણે રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ વિભાગનું કહેવું છે કે શરૂઆતના તબક્કે ટેકનિકલ ક્ષતિની સમસ્યાઓ હતી, જેથી હવે રિટર્ન ફાઈલ ન કરવા બાબતને તેની સાથે કાંઈ લેવા-દેવા નથી.

divyesh

Recent Posts

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

1 min ago

J&K: પુલવામા-શોપિયાંમાં સુરક્ષાબળો દ્વારા 10 ગામડાંઓની નાકાબંધી, ઘેર-ઘેર આતંકીઓની તપાસ

જમ્મુ-કશ્મીરઃ દક્ષિણ કશ્મીરમાં આતંકીઓ દ્વારા શુક્રવારનાં રોજ ત્રણ એસપીઓની હત્યા કરાયા બાદ સુરક્ષાબળોએ આતંકીઓની શોધખોળ કરવા માટે એક મોટું સર્ચ…

8 mins ago

આ યુવતીને જોઈને ભારતીય ચાહકોએ કહ્યુંઃ ભારત-પાક. વચ્ચે વધારે મેચ રમાડવી જોઈએ

દુબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં હાઈ વોલ્ટેજ હોય છે. એશિયા કપ-૨૦૧૮માં ગત બુધવારે રમાયેલી ભારત-પાક.ની મેચ પણ ઘણી ચર્ચામાં રહી.…

22 mins ago

પાકિસ્તાન સામે ધમાલ મચાવવાની ઇચ્છાઃ સર જાડેજા

દુબઈઃ લગભગ એક વર્ષ કરતાં વધુ સમય બાદ ટીમ ઇન્ડિયામાં સામેલ થઈને ગઈ કાલે બાંગ્લાદેશ સામે ધમાકેદાર પ્રદર્શન કરીને મેન…

28 mins ago

મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 20 ક્વાર્ટર્સના રિ-ડેવલપમેન્ટની કવાયત શરૂ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વર્ષોજૂના મ્યુનિસિપલ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ રિડેવલપમેન્ટ હેઠળ લાભાર્થીને ૪૦ ટકા…

57 mins ago

કર્ણાવતી ક્લબમાં મહિલાની છેડતીનો વિવાદઃ તપાસ કરવા સંચાલકોની ખાતરી

અમદાવાદ: તાજેતરમાં રાજપથ કલબમાં સ્વિમિંગ કોચ દ્વારા બાળકીઓને માર મારવાની ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.…

1 hour ago