GST ની ઘટતી આવકને લઈને રિફંડમાં વિલંબ થાય તેવી શક્યતા

નવી દિલ્હી: સરકારની જીએસટીની આવક ઘટી રહી છે તો બીજી બાજુ રાજકોષીય ખાધ વધે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં આવકવેરા વિભાગ જે કરદાતાના રિફંડ રૂ. ૫૦ હજારથી વધુ છે તે આપવામાં વિલંબ કરી શકે છે.

નાણા વિભાગ ટેક્સ કલેક્શન અને રિફંડ આ બંનેને બેલેન્સ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે રિફંડ પ્રક્રિયામાં વિલંબ કરી શકે છે. ટેક્સ ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જે કરદાતાનું રિફંડ રૂ. ૫૦ હજારથી વધુ છે તે હાલ રોકી રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આવકવેરા સ્લેબમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.

સરકારે જુલાઇ મહિનાથી જીએસટીની વ્યવસ્થા અમલી બનાવી છે. શરૂઆતના મહિનામાં આવક સરકારના ટાર્ગેટ મુજબ જળવાઇ રહી હતી, પરંતુ પાછળથી આવકમાં ઘટ પડી રહી છે. સરકારે વધતા જતા સરકારી ખર્ચા જાળવી રાખવા આઇટી રિફંડમાં વિલંબ કરે તેવી શક્યતા છે.

You might also like