Categories: Gujarat

ડ્રાઈવિંગ લાઈસન્સની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ માટે જન સેવા કેન્દ્ર મદદ કરશે

અમદાવાદ: ડ્રાઇવિંગ લાઇસન્સની એપોઇન્ટમેન્ટ લેવા ઇચ્છતા નાગરિકોએ હવે આરટીઓ એજન્ટનો સહારો લેવાની જરૂર પડશે નહીં. જેમને ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેતા આવડતું ન હોય તેવા નાગરિકોને હવે આરટીઓની લર્નિંગ લાઇસન્સની ઓન લાઇનની એપોઇન્ટમેન્ટ લેવી હશે તો તેઓ જન સેવા કેન્દ્રથી મેળવી શકશે.

નાગરિકો જન્મ મરણના દાખલા, ૭/૧રના ઉતારા સહિતનાં અન્ય કામોની સાથે એક જ સ્થળેથી જન સેવા કેન્દ્રમાંથી લાઇસન્સની ઓન લાઇન એપોઇન્ટમેન્ટ પણ હવે ગણતરીના દિવસોમાં મેળવી શકશે. જન સેવા કેન્દ્રોમાં કામગીરી માટે કર્મચારી મૂકવામાં આવશે. જે લર્નિંગ લાઇસન્સ માટે ડોક્યુમેન્ટસ અપલોડ કરી આપશે અને એપોઇન્ટમેન્ટ કાઢી આપશે. જેથી જે નાગરિકોને આરટીઓના એજન્ટની મદદ લેવી પડે છે તે લેવાની જરૂર નહીં પડે.

રાજ્ય સરકારે આરટીઓનાં તમામ કાર્ય માટે ઓન લાઇન અેપોઇન્ટમેન્ટ ફરજિયાત કરી છે. જેના કારણે જે નાગરિકોને કમ્પ્યૂટરનું જ્ઞાન નથી કે જેમની પાસે કમ્પ્યૂટરની સગવડ નથી તેઓએ ફરજિયાત પણે એજન્ટનો સહારો લેવો પડે છે. આ અંગે આરટીઓ જી.એસ. પરમારે જણાવ્યું હતું કે તાજેતરમાં જ સારથિ-૪ સોફટવેર શરૂ કરવામાં આવ્યું છે. તેના પગલે લર્નિંગ લાઇસન્સની તમામ પ્રોસેસ ઓન લાઇન ઘેર બેઠા થઇ શકે છે.

પરંતુ પ૦ ટકાથી વધુ નાગરિકો આ પ્રક્રિયાથી પરિચિત નથી કે તેમની પાસે તે પ્રમાણેની સગવડ નથી તે તમામ માટે કામગીરીની સરળતા માટે જન સેવા કેન્દ્રમાં જ એપોઇન્ટ મળી જાય તેવું આયોજન વિચારણા હેઠળ છે. જેથી લોકોને આરટીઓ કચેરી સુધી આ બાબતે આવવું પડે નહીં. સરકારના ઉચ્ચ વિભાગમાં આ અંગે મંજૂરી માગવામાં આવી છે જે મળી ગયેથી આ વ્યવસ્થા અંગે આયોજન કરાશે. આ કામગીરી માટે કલેકટર કચેરીના જન સુવિધા કેન્દ્ર ઉપરાંત મખ્ય વિસ્તારોના જન સેવા કેન્દ્રો માટે મંજૂરી માગવામાં આવી છે.

રોજના ૪૦૦ જેટલા અરજદારને આરટીઓ કચેરીમાં લર્નિંગ લાઇસન્સ લેવા માટે એપોઇન્ટમેન્ટ અપાય છે પરંતુ કામનું ભારણ વધુ હોવાના કારણે આરટીઓની બે બ્રાન્ચ હોવા છતાં નાગરિકોએ લાઇસન્સ મેળવવા માટે માટે મહિનાથી વધુ સમયની રાહ જોવી પડે છે.

divyesh

Recent Posts

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

32 mins ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

1 hour ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

3 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

4 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

4 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

5 hours ago