OMG! 1,000 ફૂટ ઊંચેથી આઇફોન પડ્યો, કોઈ નુકસાન ન થયુું

ન્યૂયોર્ક: અત્યાર સુધી આપણે ઘણા રિપોર્ટમાં વાંચ્યું હતું કે એપલનો આઇફોન લાંબા સમય સુધી ખરાબ થતો નથી. ફોન માટે આટલી ઊંચી કિંમત ચૂકવ્યા બાદ કોઇ પણ વ્યકિત સારી કવોલિટીની આશા રાખે છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે પાણીની અંદર પડી ગયેલો આઇફોન બે અઠવાડિયા સુધી પાણીમાં રહ્યા બાદ જ્યારે બહાર કઢાયો ત્યારે યુઝરને તે ચાલુ હાલતમાં મળ્યો.

હવે અન્ય એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અમેરિકાના આઇઓવાની છે. સારવિંદર નેબરહોસ્ટ પોતાના મિત્ર સાથે વિન્ટેજ બાય પ્લેન પર શેર કરી રહી હતી.  નેબરહોસ્ટ ફોટો પાડવા માટે વિન્ડશિલ્ડની બહાર આવી ગઇ તે દરમિયાન તેનો ફોન નીચે પડી ગયો. ફોન લગભગ ૧,૦૦૦ ફૂટની ઊંચાઇથી પડી ગયો હતો તેથી કોઇને આશા નહોતી કે તે ચાલુ હાલતમાં મળશે છતાં પણ નેબરહોસે ‘ફાઇન્ડ માય આઇફોન’ની મદદથી આઇફોન શોધી લીધો.

ફોન ઘાસ પર પડયો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જયારે ફોન મળ્યો ત્યારે તે ચાલુ હાલતમાં હતો. નેબરહોસ હેરાન રહી ગઇ કે ૧,૦૦૦ ફૂટની ઊંચાઇથી પડયા બાદ પણ ફોન ચાલુ હતો અને યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો. ફોન જ્યારે આકાશમાંથી પડયો હતો ત્યારે તેની પર કવર પણ નહોતું

અમેરિકાના ફલોરિડાથી પણ આવો જ એક રિપોર્ટ આવ્યો છે. અહીં એક મહિલાનો આઇફોન લગભગ ૪પ૦ ફૂટની ઊંચાઇથી નીચે પડયો તેમ છતાં પણ ફોનને કોઇ નુકસાન ન થયું. ઉલ્લેખનીય છે કે તે મહિલા સ્ટાર ફલાયરની સવારી કરતાં પોતાના આઇફોન સેવન પ્લસમાંથી વીડિયો બનાવી રહી હતી.

You might also like