OMG! માનવ મગજ માત્ર 25 વર્ષની વયે બને છે વૃદ્ધ

વોશિંગ્ટન: વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોક્કસ વય બાદ મગજની સંરચના બદલતી રહેતી હોય છે. માનવ મગજ ફક્ત ૨૫ વર્ષની વયે વૃદ્ધ બને છે. આ ઉપરાંત એક સંશોધનમાં તેવું પણ દર્શાવવામાં આવ્યું છે. મગજ અને કરોડરજ્જુમાં રહેતું સીએસએફ નામનું પ્રવાહી ૨૦ વર્ષના યુવાનો કરતાં વૃદ્ધોમાં ઝડપથી બદલાતું હોય છે.

વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે કે ઘરડા લોકો માટે બેઠાડુ જીવન ખતરનાક બની રહે છે. સંશોધન કરનારી ટીમે જણાવ્યું કે વર્ષભર કાર્યસ્થળે ત્રણથી ચાર કલાક ઊભા રહેવાથી એક વર્ષમાં ૧૦ મેરેથોન દોડવા બરોબર છે. ઘણા કલાક સુધી બેસી રહેનાર લોકો સક્રિય લોકો કરતાં બે વર્ષ ઓછું જીવે છે.

તમને રોજની કસરતની ટેવ હોય તો પણ તેનાથી ખાસ ફરક પડતો નથી. જો પાંચ દિવસ સુધી દિવસમાં ત્રણ કલાક ઊભા રહીએ તો અંદાજે ૭૫૦ કેલરી ખર્ચ થાય છે. એક વર્ષમાં તમે ૩૦,૦૦૦ વધારાની કેલરી ૮૧ બિલિયન ચરબીમાંથી છુટકારો મેળવો છો.

આ અંગે થયેલા નવા સંશોધનમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ ધરાવે છે. પોતાની જાતને યુવાન માને છે તેમના મગજમાં ગ્રે મેટર વધે છે. સિયોલની નેશનલ યુનિ.ના અભ્યાસ લેખકે વધુમાં જણાવ્યુ કે અમને જાણવા મળ્યું છે કે જે લોકો પોતાની જાતને યુવાન માને છે તેમનું મગજ યુવાન બની રહે છે.

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

11 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

11 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

11 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

11 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

11 hours ago