Categories: Dharm

ઘરના દરવાજા પર સિંદૂર લગાવવું છે શુભ

ઘર્મ ડેસ્કઃ દરેક રંગોનું અનેરૂ મહત્વ છે. રંગોના શુભ અને અશુભ ફળ પણ છે. જેની અસર આપણી આસપાસ ચોક્કસ પણે થતી જ હોય છે. ત્યારે હંમેશા ઘર અને રાચરચીલામાં શુભ રંગની વસ્તુઓને જ સ્થાન આપવામાં આવે છે. ઘરના પ્રવેશ દ્વાર પર શુભ રંગ હોય તો તે લક્ષ્મીને આવકારે છે ત્યારે ઘરના દરવાજા પર સિંદૂર લગાવવું પણ એટલું જ શુભ માનવામાં આવે છે. લાલ રંગના સિંદૂરનું સૌથી વધુ મહત્વ એક સુહાગન સિવાય કદાચ જ કોઈ સમજી શકતુ હોય. એક સ્ત્રી સિવાય પૂજા સામગ્રીમાં આદિ શક્તિની પૂજા માટે સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં એવુ કહી શકાય કે હિન્દુ દેવીઓની પૂજા સિંદૂરના ઉપયોગ વગર અધૂરી છે. સામાજીક અને ધાર્મિક ઉદ્દેશ્યો ઉપરાંત સિંદૂરના કેટલાક શાસ્ત્રીય મહત્વ પણ રહેલા છે. કદાચ તમે પણ જોયુ હશે કે કેટલાક લોકો ઘરની બહાર દરવાજા પર સિંદૂરનો ઉપયોગ કરે છે. તમે જાણો છો કેમ ?
કેટલાક લોકો તો સિંદૂરની સાથે સાથે તેલનો ઉપયોગ પણ કરે છે. ખાસ કરીને દિવાળીની આસપાસ આ બંને પદાર્થોનુ મિશ્રણ કરી ખાસ કરીને ઘરના દરવાજા પર ધાર્મિક ચિન્હ બનાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દરવાજા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. આ ઘરમાં રહેલ વાસ્તુદોષને પણ દૂર કરવામાં કારગર માનવામાં આવે છે.
વાસ્તુ વિજ્ઞાન હેઠળ તમે આ ઉપાયને અનેક વાસ્તુ દોષોને દૂર કરવાનો રામબાણ ઈલાજ કહી શકો છો. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે દરવાજા પર સિંદૂર લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જો સરસિયાના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે તો આ શનિના પ્રતિનિધિ હોવાના હિસાબથી ઘર-પરિવારની ખરાબ દ્રષ્ટિથી રક્ષા કરે છે. જ્યારે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી દરવાજા પર તેલ લગાવવાથી દરવાજો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. જેને કારણે પણ દરવાજા પર સિંદૂર લગાવવાની પણ પરંપરા રહી છે.

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

2 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

3 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

4 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

6 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

6 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

7 hours ago