Categories: India

કાળાં નાણાં સામે સરકાર હવે વધુ આકરાં પગલાં લેશે?

મોદી સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવા પાછળ દેશમાં રહેલાં કાળાં નાણાંને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે ગણાવવામાં આવી રહ્યું છે ત્યારે દેશનો એક વર્ગ એવુંં માની રહ્યો છે કે માત્ર નોટો બંધ કરવાથી જ કાળું નાણંુ બહાર આવી નહિ શકે. આ માટે હજુ પણ સરકારે વધુ આકરા અને સખત પગલાં લેવાની જરૂર છે અને તો જ ખરેખર દેશમાં જે લોકો પાસે કાળું નાણંુ છુપાયું છે તે બહાર આવી શકે તેમ છે. આ માટે હવે આપણે નવી શરૂઆત કરવી પડશે અને આ માટે હવે કરચોરો સામે એવી સજાની જોગવાઈ કરવામાં આવે તેમને જેલની સજા થાય તો આવું કાળું નાણું બહાર આ‍વી શકે તેમ છે. અને અદાલતોમાં એવી પણ જોગવાઈ કરવામાં આવે કે જેમાં આવા કેસોનો ઝડપથી ઉકેલ આવી શકે.

ગત આઠમી નવેમ્બરે જ્યારે વડા પ્રધાન મોદીએ આવી જાહેરાત કરી હતી ત્યારે દેશભરમાં ભારે અફરાતફરીનો માહોલ ઊભો થઈ ગયો હતો લોકો રાતોરાત તેમના બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરવા અને એટીએમમાંથી રકમ ઉપાડવા માટે લાઈનો લગાવી ઊભા રહી ગયા હતા. અહીં સવાલ અે થાય છે કે જો ખરેખર દેશમાંથી કાળું નાણું બહાર લાવવું જ હોય તો દેશની સમગ્ર જનતાને કેમ બાનમાં લેવામાં આવે છે આવું નાણંુ કેટલા લોકો પાસે છે તે અંગે સર્વે કરાવી આવા લોકો સામે વધુ આકરી કાર્યવાહી હાથ ધરી તેમની પાસે રહેલી મિલક્તો અને દાગીના તેમજ રોકડ રકમ કબજે કરવાના ચોકકસ પગલાં કેમ લેવામાં આવતા નથી?
બીજી તરફ આવી જાહેરાત બાદ જે લોકો મોટાભાગે તેમનો રોજીંદો વ્યવહાર ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કરતા હોય છે તેવા લોકો પર આવી બાબતની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. પરંતુ એક વાત એ પણ છે કે દેશનો એક મોટો વર્ગ દરરોજ રોકડાથી જ વ્યવહાર કરે છે તેવા લોકોને આવી બાબતથી ચોકકસ અસર પડે છે. કારણ તેમની પાસે નાની નોટોની અછત હોય છે તેથી રોજીંદા વ્યવહાર કરનારા લોકોને હાલ ભારે હાલાકી ભેગવવી પડી રહી છે.

જોકે વડા પ્રધાને લોકોને આવી બાબતથી ગભરાશો નહિ તેમ કહી જૂની નોટો બદલવા માટે ૩૦ ડિસેમ્બર સુધીની મુદત આપી છે તેથી મોટાભાગના મધ્યમ વર્ગના લોકોને થોડા દિવસની હાલાકી બાદ આવી હાલતમાંથી રાહત મળી શકે તેમ છે. સરકાર એમ જણાવે છે કે માત્ર થોડા દિવસોની મુશ્કેલી બાદ દેશમાંથી કાળું નાણું બહાર આવશે અને ભ્રષ્ટાચાર પર અંકુશ આવી જશે.
જો સરકારે ખરેખર કાળાં નાણાં પર અંકુશ લાવવા માટે જ આવું પગલુ ભર્યું હશે તો દર વર્ષે દેશમાં કેટલું કાળું નાણંુ પેદા થાય છે તે અંગે અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આ‍વી રહ્યા છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ફાઈનાન્સ એન્ડ પોલિસીના એક કથિત ખાનગી સર્વે મુજબ વર્ષ ૨૦૧૩માં જીડીપીના ૭૫ ટકા બરાબર સમાંતર રીતે બ્લેક ઈકોનોમી ચાલી રહી હતી. એનઆઈપીએફપીના ૧૯૮૫માં કરવામાં આવેલા સતાવાર સર્વેમાં વર્ષ ૧૯૮૪માં જીડીપીની સરખામણીએ લગભગ ૨૧ ટકા કાળુ નાણું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. તે વખતે દેશના જીડીપીના આંકડા ૧૭૩,૪૨૦ કરોડ હતો. અને માનવામાં આવી રહ્યું હતું કે ૩૬,૪૧૮ કરોડનું કાળું નાણું રહેલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨૫ કરોડની વસ્તીવાળા આ દેશમાં માંડ ૩.૫૦ કરોડ કરદાતા છે. અને તેમાંથી ૮૯ ટકા લોકો તેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી બતાવે છે. અેટલે કે માંડ ૧૧ ટકા લોકો તેમની આવક પાંચ લાખથી વધુ હોવાની જાહેરાત કરે છે. આવા આંકડા હાસ્યાસ્પદ લાગે છે. જ્યારે બીજી તરફ દેશમાં ગત વર્ષે મંદી હોવા છતાં દેશના ૨૨ લાખથી વધુ નવી મોંઘી કાર ખરીદવામાં આ‍વી હતી. ત્યારે સ્પષ્ટ થાય છે કે આવા લોકો કર ચુકવતા નથી. તેથી તેમની સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

Navin Sharma

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

17 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

17 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

17 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

17 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

17 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

17 hours ago