જાતિનાં ખોટા પ્રમાણ૫ત્રોનાં દુરૂપયોગને ડામવા સરકાર લાવી રહી છે નવા વિધેયક

ગાંધીનગરઃ ખોટા જાતિનાં પ્રમાણપત્રોનાં વ્યાપક ચલણ અને વ્યાપક દુરૂપયોગ સામે સરકાર હવે ધીમે પગલે સક્રિય થઈ રહી છે. સરકાર ખોટા જાતિ પ્રમાણપત્રોનાં દુરૂપયોગને ડામવા માટે નવું વિધેયક લાવવા વિચાર કરી રહી છે. નવા વિધેયકમાં આ અપરાધને પોલિસ અધિકારક્ષેત્ર હેઠળનાં બિનજામીનપાત્ર ગુના તરીકે ઓળખાવવા અંગે વિચાર ચાલી રહ્યો છે.

માત્ર એટલું જ નહીં પરંતુ નકલી જાતિ પ્રમાણપત્ર ધરાવનાર દોષિતને 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવાનું પણ સરકારમાં વિચારાધિન હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનો કરનાર દોષિત માટે રૂ.10 હજારથી લઈને રૂ.50 હજારની જોગવાઈ દાખલ કરવાનું પણ સરકાર વિચારી રહી છે.

ગાંધીનગરઃ ખોટા જાતિ પ્રમાણપત્રોનાં કિસ્સાઓ ડામવા સરકાર લાવશે વિધેયક
નવા વિધેયકમાં સરકાર કરશે મહત્વની જોગવાઇઓ
ખોટા જાતિ પ્રમાણપત્રોનો દુરૂપયોગ થતો હોવાનાં આક્ષેપો
સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે થાય છે પ્રમાણપત્રોનો ઉપયોગ
આ કૃત્ય પોલીસ અધિકારક્ષેત્ર હસ્તક બિન જામીનપાત્ર ગુનો ગણાશે
દોષિતને 6 મહિનાથી લઇ 3 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ
રૂ.10 હજારથી લઇ રૂ.50 હજાર સુધીનાં દંડની જોગવાઇ

You might also like